પંજાબમાં વડાપ્રધાન ની સુરક્ષામાં ચૂકના મામલે ઈશ્વર કોંગ્રેસ ને સદબુદ્ધિ આપે તે માટે સિહોર ખાતે જિલ્લા ભાજપ આગેવાનો મૌન ધરણા પર બેઠા

હરિશ પવાર
પંજાબમાં કોંગ્રેસની સરકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંજાબના ફિરોઝપુર જીલ્લામાં પ્રવાસ દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વના ઈશારે વડાપ્રધાનશ્રીની સુરક્ષામાં બેદરકારી દાખવી પંજાબની કોંગ્રેસ સરકારની દુષીત માનસિકતા છતી કરી છે.

ત્યારે તેના વિરોધમાં જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા ના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ અનુ. જાતી મોરચા દ્વારા શહેરના આંબેડકર ચોક પાસે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ‘કોંગ્રેસ સદબુઘ્ધિ મૌન ધરણા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

જેમાં મોટી સંખ્યામાં જિલ્લાભરના આગેવાનો કાર્યકરો મૌન ધારણ કરી ધરણા પર બેઠા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ ની મુલાકાતે ગયા હતા, જે દરમિયાન તેઓ સાથે જે ઘટના બની હતી, તેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા પંજાબના સત્તાધારી કોંગ્રેસ પાર્ટી ની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

અને ઈશ્વર કોંગ્રેસ ને સદ્બુદ્ધિ આપે તેના ભાગરૂપે આજે સોમવારે સાંજના ૪ વાગ્યાથી ૬ વાગ્યા સુધી આંબેડકર ચોકમાં મૌન ધારણ કરી ધરણા કર્યા હતા જેમાં આગેવાન કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here