સમી સાંજે વડલા ચોકે ભવ્ય વિજ્યોત્સવ ઉજવાયો, મોં મીઠા કરાવી ઢોલ નગારા સાથે પેટા ચૂંટણીની જીતનો જશ્ન મનાવાયો

હરેશ પવાર
ગુજરાતની ૮ જિલ્લાની પેટાચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ જવલંત વિજય હાંસલ કર્યો છે ત્યારે સિહોર શહેર ભાજપ દ્વારા આ ભાજપની આ ભવ્ય જીતને ઢોલ નગારા સાથે પરસ્પર મોં મીઠા કરાવી ને વધાવાઈ હતી રાજયની ૮ જિલ્લાની આ પેટાચૂંટણીઓમાં ભાજપે શ્રેષ્ઠ અને ઉજજવળ દેખાવ કર્યો છે જનતા જનાર્દને રાજયની પેટાચૂંટણીમાં ભાજપને જંગી મત આપી  ‘કમળ’ ખીલવી ‘સૌનો સાથ, સૌના વિકાસ’ના મંત્રને સાકાર કર્યો છે ત્યારે  સિહોર શહેર ભાજપ દ્વારા પેટાચૂંટણીમાં ભાજપના આ ભવ્ય વિજયને વડલા ચોક ખાતે આતશબાજીથી અને પરસ્પર મોં મીઠા કરાવીને વિજયોત્સવ મનાવી ધારી, લીંબડી અને મોરબી સહિતની આઠ બેઠકોનો મતદારોનો જાહેર આભાર વ્યકત કર્યો હતો અહીં મોટી સંખ્યામાં આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here