સિહોર ગોપાલ લેબોરેટરી આયોજિત શુક્રવારે માળી પાર્ટી પ્લોટમાં બ્લડ કેમ્પ યોજાશે, ડોનેટ કરવા અનુરોધ


બ્રિજેશ ગૌસ્વામી
કોરોના મહામારી સાથે લોકડાઉન અને અનલોક વચ્ચે બ્લડ બેન્કોમાં લોહીની અછત ના સર્જાય તે માટે અલગ-અલગ રીતે દાતાઓ સંસ્થાઓ આગળ આવી રહી છે સિહોર શહેર ગોપાલ લેબોરેટરી દ્વારા આયોજિત તા.૨૪ અને શુક્રવારના રોજ બ્લડ કેમ્પનું આયોજન કરાયું છે હાલમાં કોરોનાના જોખમ વચ્ચે બ્લડ ડોનેશન માટે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય તેની કાળજી લેવામાં આવશે બ્લડ કેમ્પ સિહોરના ભાવનગર રોડ આવેલ માળી પાર્ટી પ્લોટ ખાતે યોજાશે ઉલ્લેખનીય છે કે, બ્લડ બેન્કો કોરોના સાથે લોકડાઉન અને અનલોક વચ્ચે કેમ્પો યોજી શકતી નથી અને દાતાઓ પણ રક્ત ડોનેટ કરવા માટે જઈ શકતા નથી.આ સંજોગોમાં બ્લડ બેન્કોમાં લોહીનો પૂરતો જથ્થો રહે તે માટે સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે જે સરાહનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here