સિહોરના બોરડી સહિત રંઘોળા પંથકમાં તીડના ટોળા ઉતરી પડ્યા, શીંગ બાજરો જુવાર તલના પાકો ઉપર જોખમ ઉભું થતા દોડધામ

મિલન કુવાડિયા
સિહોરના બોરડી સહિત રંઘોળા અને આજુબાજુ વિસ્તારોમાં ગામડાઓમાં તીડનું ઝુંડ ત્રાટક્યું છે, જેને કારણે ખેડૂતોની મુસીબતમાં વધારો થયો છે કોરોના સંકમણ વચ્ચે તીડના આકમણ થી ખેડૂતો ચિંતિત જોવા મળે છે ગઈકાલે વલ્લભીપુર બાદ આજે સમી સાંજે સિહોરના બોરડી ગામ અને રંઘોળા વિસ્તારમાં તીડનુ નુ ટોળે ટાળા આવી જતા ખેડૂતો પર સંકટના વાદળો છવાયા છે. તીડના આક્રમણથી ઉનાળુ પાક જેવા કે બાજરી મકાઈ તલ મગફળી વગેરે પાકો ઉપર જોખમ સર્જાય શકે છે જેના કારણે ખેડૂતોની ઊંઘ ઊડી ગઈ છે  રાજ્યમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે વધુ એક તીડ નામની આફત આવીને ઉભી છે.

અત્યાર સુધી સરહદી વિસ્તારોમાં તીડનો આતંક હતો હવે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ગઇકાલે ભાવનગર જિલ્લામાં તીડે પ્રવેશ કર્યો હતો વલ્લભીપૂરના કેટલાક ગામોમાં તીડના ત્રાટકવાની દહેશત પેદા થતા ઉનાળુ ખેતી કરનાર ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. આજે ઉમરાળા રંઘોળા વિસ્તારમાં તીડે દેખા દીધા છે કેટલાક ગામોમાં તીડનું આક્રમણ દેખાયું છે જીલ્લા ખેતીવાડી વિભાગે વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને રણતીડની ઓળખ અને તેના નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચારેકોર કોરોનાનો કહેર મચ્યો છે. જાણે કુદરત જ રૃઠી હોય એમ સુપર સાઈકલોન ત્રાટકી રહયા છે.અને પુનઃ તીડ ત્રાટકવાનો ખતરો ઉભો થયો છે.

ગઈકાલે વલ્લભીપુર વિસ્તારોમાં ત્રાટકયા બાદ આજે ઉમરાળા રંઘોળા વિસ્તારોમાં આવી ચડતા ફેલાયેલા તીડના ભય બાદ લોકડાઉનમાં દયનિય હાલતમાં મુકાયેલા  ખેડૂતો ચિંતિત બન્યા છે જોકે ખેતીવાડી વિભાગે અલગ અલગ ટિમો સર્વે માટે કામે લાગી ચુકી છે તીડ ત્રાટકે તો તેના નિયંત્રણ માટે રણનીતિ બનાવાય છે ખેડૂતોને રણતીડની ઓળખ અને તેના નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તીડ ત્રાટકે તો તેના નિયત્રંણ માટે કૃષિ વિભાગે ફૂટ સ્પ્રેયર અને ટેન્કર દ્વારા દવા છંટકાવ કરવા તડામાર તૈયારીઓ આદરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here