સિંહોરના બુઢણા ગામના સિકંદર અને શેરખાન અને દડવાના સંજયની ૭ જેટલી મોટરસાઇકલ ચોરી હતી, બોટાદ પોલીસના હાથે ઝડપાયા

દેવરાજ બુધેલીયા
સિહોરના બુઢણા ગામના બે શખ્સો અને દડવા ગામનો એક શખ્સ સાથે ત્રણ શખ્સોની ૭ જેટલી બાઈક ચોરીના ગુનામાં ધરપકડ કરી છે આજે બોટાદની ટાઉન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાઇક ચોરીના ૩ શખ્સોને બોટાદ પોલીસે ઝડપી લીધા છે બોટાદ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.કર્મટિયા તથા તેમની ટિમો દ્વારા બોટાદ અને ભાવનગર શહેરના વિવિધ વિસ્તારમાંથી ગુમ થયેલ મોટર સાઇકલની ચોરીના ગુન્હાઓને ઉકેલવા તપાસ હાથ ધરી હતી તે દરમિયાન ત્રણ આરોપીઓને ૭ મોટર બાઇક સાથે બોટાદ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલ આરોપીઓમાં સંજયભાઈ ઘનશ્યામભાઈ મકવાણા ઉ.વ.૧૯ રહે દડવા તા.ઉમરાળા, સિકંદરભાઈ મુસ્તુફાભાઈ ખાનજાદા ઉ.વ.૩૨ રહે બુઢણા તા.સિહોર, શેરખાન દરિયાખાન ખાનજાદા ઉ.વ. ૨૮ રહે બુઢણા તા.સિહોરના અટકાયત કરવામાં આવી હતી. આ કામગીરીમાં ભગવાનભાઈ ભીલ, ભાવેશભાઈ શાહ, ઋષિરાજસિંહ ગોહિલ, કુદલીપસિંહ વાઘેલા, વનરાજભાઈ ડવ, ગોકુલભાઈ ઉલવા અને રાજેશભાઈ ધરાજીયા જોડાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here