ભાવનગર મહિલા કોલેજની વિદ્યાથીઁનીઓની શિબીરનું આયોજન, સાત દિવસની શિબિર યોજાઈ
હરેશ પવાર
સિહોરના બુઢણા ગામે મહાત્મા ગાંધીની 150 જન્મ જયંતિ પ્રસંગે NSS શિબિરનું ભાવનગર મહિલા કોલેજ દ્વારા આયોજન કરાયું હતું કાર્યક્રમની શરૂઆતના પ્રથમ દિવસે હિંમતભાઇ બેલડીયા ચેરમેન પાણી પુર.કમિટી સુરત મ્યુ થતા છેલ્લા દિવસે સાંજે સમાપનમાં જયરાજસિંહ ગોહિલના યજમાન પદે યોજાયો હતો ભાવનગર મહિલા કોલેજની ૯૮ વિદ્યાથીઁનીઓએ ગામમા દિવસે સ્વચ્છતા, પયાઁવરણ, વૃક્ષારોપણ, બેટી બચાવો-બેટી પઢાઓ, રુબેલા રસીકરણ, સિહોરના એડ.જાનીસાહેબ- એડ.ભટ્ટ સાહેબની કાનુની શિબિર, શિક્ષણવિદ્દ શ્રીનરેન્દ્ર પનારા સાહેબનુ મોટીવેશનલ લેક્ચર, બુઢણા શાળાના વિદ્યાથીઓની ડાઁક્તરી તપાસ જેવા અનેક સામાજીક જાગૃકતા ત્થા રાત્રે નાટક-ગરબાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
વિદ્યાથીઁનીઓને શ્રી અનુભાઇ તેજાણી સુરત તરફથી શ્રીહસ્તગિરી તીર્થ પર જમવા-યાત્રા પ્રવાસ કરાવ્યો તેમજ શ્રી નેમુભાઇ બેલડીયા તરફથી રોજ નાસ્તાની વ્યવસ્થા કરાવેલ- આ શિબિરને સફળ બનાવવા શ્રી ગીગાભાઇ ચાવડા, શ્રી ભાયાજીભાઇ ચૌહાણ, શ્રી જીવરાજભાઇ બેલડીયા, શ્રી ધીરુભાઇ પરમાર, શ્રી દેવરાજભાઇ બેલડીયા, શ્રી જીતુભાઇ તેજાણી, આચાયઁ શ્રી હિતેશભાઇ ગોહિલ, આચાયઁશ્રી મુનીરખાન, પ્રા.શિ.શ્રી પ્રમોદસિંહ ત્થા શ્રી પરેશભાઇ, ગ્રામજનોનો સતત અથાગ સહયોગ મળ્યો હતો.