ભારતીય સંવિધાન સમર્થક સમિતિના નેજા હેઠળ રેલીનું આયોજન, રેલીમાં સમર્થન આપવા અનુરોધ, રેલી માટેની તૈયારીનો ધમધમાટ: રેલીને સફળ બનાવવા પ્રયાસ હાથ ધરાયા, રેલીમાં સંતો મહંતો જોડાશે

મિલન કુવાડિયા
સિહોર ખાતે પરમ દિવસે રવિવારે ભારતીય સંવિધાન સમર્થક સમિતિના બેનર હેઠળ સરકાર દ્વારા રાષ્ટ્રહિતમાં લેવાયેલ કાયદાઓના સમર્થનમાં મહારેલી અને ભવ્ય તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે આગામી ૧૬ ફેબુ્રઆરીના રોજ યોજાનાર રેલીને લઈ તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે રાષ્ટ્રની સુરક્ષા, સલામતી, રાષ્ટ્રવાદ સાથે ભારત માતાની આન, બાન, શાનની રક્ષા માટે સમગ્ર રાષ્ટ્ર સી.એ.એ.ના સમર્થનમાં આગળ આવી રહ્યું છે.

ત્યારે સિહોર ખાતે તા.૧૬/૨/૨૦૨૦ ના રોજ બપોરના ૨.૩૦ કલાકે ભારતીય સંવિધાન સમર્થક સમિતિના નેજા હેઠળ રેલીનું આયોજન કરાયું છે જેમાં સી.એ.એ.ના જન સમર્થનના નીકળનાર ભવ્ય અને પ્રચંડ રેલીમાં જોડાવા સિહોરવાસીઓને અનુરોધ કરાયો છે આગામી તા.૧૬/૨/૨૦૨૦ના રોજ સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડથી બપોરના ૨.૩૦ કલાકે પ્રસ્થાન થનાર રેલીમાં અને તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાશે યાત્રા ક્રિકેટ ગ્રાઉન્ડથી પ્રસ્થાન બાદ રેલી યાત્રા સ્ટેશન રોડ, વડલાચોક, મેઈન બજાર, મોટાચોક, કંસારા બજાર, સુરકાના દરવાજા થઈ મુક્તેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં સમાપન થશે રેલીમાં સ્વયંભૂ લોકોને જોડાવવા અનુરોધ કરાયો છે.

સાથે રવિવાર રજાનો દિવસ હોવાથી બપોરના ૨.૩૦ થી ૫.૩૦ સુધી સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ પાળવા પણ ભારતીય સંવિધાન સમર્થક સમિતિના આયોજકો દ્વારા વિન્નતી કરવામાં આવી છે રેલી અને તિરંગા યાત્રામાં સંતો મહંતો પણ મોટી સંખ્યામાં જોડાશે અને રેલી માટેનો ધમધમાટ અને તૈયારીઓ ચાલુ થઈ ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here