વડલા ચોકે ચા નો સ્ટોલ ઉભો કરાયો, રાહદારીઓને ચા પીવરાવાઈ, હું એક સાચો દેશભક્ત છું તેવું ગળામાં ટેમ્પ્લેટ લગાડી રાકેશભાઈ છેલાણાએ સીએએ અને એનઆરસી કાયદાને સમર્થન આપ્યું

હરીશ પવાર
સિએએ અને એંસીઆર કાયદાને લઈ દેશભરમાં સમર્થન સાથે વિરોધ પણ થઈ રહો છે કાયદાને લઈ કઈ સરકારના સમર્થનમાં કાર્યક્રમ થઈ રહ્યા છે તો બીજી તરફ વિરોધનો સુર પણ ઉઠ્યો છે કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન અપાયું હતું જોકે સિહોર ખાતે સરકાર અમે સીએએ એનઆરસી કાયદાના સમર્થનમાં ભાજપના કાર્યકર દ્વારા અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વડલાચોક ખાતે ચા નો સ્ટોલ ઉભો કરીને કાયદાને સમર્થન આપવામાં આવ્યું હતું દરેક રાહદારીઓને ચા પીવરાવી હતી.

ખાસ કરીને ભાજપના આગેવાન રાકેશભાઈ છેલાણા દ્વારા હું સાચો દેશભક્ત છું હું સીએએ અને એનઆરસિ કાયદાને સમર્થન કરું છું તેવું ટેમ્પ્લેટ ગળામાં લગાડ્યું હતું વડલાચોકે ચા નો સ્ટોલ ઉભો કરીને દરેક રાહદારીઓને ચા પીવરવાઈ હતી અને જેમાં દરેક કાર્યકરો હાજર રહ્યા હતા ખાસ ભારતીબેન શિયાળ ઉપસ્થિત રહી ચા પીઈને સીએએ અને એનસિઆર કાયદાને સમર્થન આપીને ભાજપના અનોખા કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here