જય જય શ્રીરામ..ભારત માતાકી જય..વંદે માતરમના ગુંજરાવ સાથે શહેરમાં માર્ગો માર્ગ પર જનસૈલાબ, વેપારીઓએ સ્વયંભુ દુકાનો બંધ રાખી, તિરંગા અને ડીજેના સંગ છવાયો દેશભક્તિનો રંગ

દેવરાજ બુધેલીયા
સિહોરમાં ગઈકાલે સીએએના સમર્થનમાં વિરાટ રેલી નિકળી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા લાંબી તિરંગા યાત્રાએ ભારે આકર્ષક જમાવ્યું હતું રેલીને અનુસંધાને સ્વૈચ્છિક બંધ પાળી વેપારીઓ પણ રેલીમાં જોડાયા હતા સિહોર ખાતે ગઈકાલે ભારતીય એકતા મંચ દ્વારા સીએએના સમર્થનમાં રેલીનું આયોજન કરાયું હતું ડીજેના તાલે અભૂતપૂર્વ માહોલમાં રેલી નિકળી હતી શહેરના આગેવાન કાર્યકરો સંતો મહંતો રેલીમાં જોડાયા હતા શહેરમાં ઠેર ઠેર બેનરો સુશોભન ધજાપતાકા દ્વારા દેશભક્તિનું અભૂતપૂર્વ વાતાવરણ ઉભુ કરાયું હતું.

સરકારે જારી કરેલ સીએએ અને એનઆરસીના સમર્થનમાં છોટે કાશી ગણાતા સિહોરના રાજમાર્ગો પર ત્રિરંગા યાત્રાએ પ્રસ્થાન કરતા મોટી સંખ્યામાં સંતો-મહંતો, રાજકિય અગ્રણીઓ અને નગરજનો જોડાયા હતાં. ત્રિરંગા યાત્રાને લઇ વેપારીઓએ સ્વયંભુ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતાં. રવિવારે બપોરના ૨.૩૦ કલાકે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન ભારતીય સંવિધાન સમર્થક દ્વારા કરવામાં આવ્યું હતું અને આ યાત્રામાં નામી-અનામી સંતો-મહંતો તથા વિવિધ સંગઠનો તથા રાજકીય આગેવાનો તેમજ સિહોર શહેરના નાગરિકો તેમજ ગ્રામ્યના નાગરિકો દરેક સમાજના ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

આ ત્રિરંગા યાત્રા ક્રિકેટ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી રેલવે સ્ટેશન રોડેથી વડલા ચોક થઇ મેઇન બજારમાં થઇ આંબેડકર ચોકમાં થઇને ડેલાની અંદરની બજારમાં થઇ મુની ચોકમાં થઇ મોટા ચોક ખાતે થઇને ખારાકુવા ચોક થઇને વખારવાળા ચોકમાંથી તમાકુ બજાર થઇને કંસારી બજારમાં થઇને સુરકાના દરવાજે થઇને નંદીમાં થઇને મુક્તેશ્વર મહાદેવના મંદિરના સાધ્યન ખાતે પહોંચીને આ યાત્રાની રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું જ્યારે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પાલિતાણા, સિહોર, ઉમરાળા, વલભીપુર અને સોનગઢ પોલીસ સ્ટાફ યાત્રા બંદોબસ્તમાં જોડાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here