સિહોર ખાતે CAA નાગરિક સંશોધન કાયદાની જાણકારી માટે ભાજપ દ્વારા જાગૃતિ અભિયાન, જ્ઞાનમંજરી મોડર્ન સ્કુલ તેમજ ગોપીનાથ મહિલા કોલેજમાં કાર્યક્રમ
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ખાતે CAA નાગરિક સંશોધન કાયદો ની જાગૃતિ, જ્ઞાનમંજરી મોડર્ન સ્કુલ તેમજ ગોપીનાથ મહિલા કોલેજમાં ભાજપ દવારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં પત્રિકા વિતરણ અને વડાપ્રધાનશ્રી ને ઉદ્દેશીને આભાર વ્યકત કરતો ટપાલ/પત્ર મોટી સંખ્યામાં લોકો એ લખ્યો હતો અને હાજર તમામ લોકો દ્વારા કૉલ કરી લોક સમર્થન આપવામાં આવ્યું હતું..આ કાર્યક્રમ માં શહેર ભાજપ મહામંત્રી હિતેશભાઈ મલુકા, ટીપી કમિટી ના ચેરમેન વિક્રમભાઈ નકુમ,પ્રદેશ યુવા મોરચા ના અનિલભાઈ ગોહિલ,જિલ્લા યુવા મોરચા ના પ્રકાશભાઈ રાણા એ લોકો ને આ કાયદા વિશે માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમ નું આયોજન ઇન્ચાર્જ શ્રેણીકભાઈ શાહ અને કિશનભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું