સ્વચ્છતાના માત્ર તંત્ર અને શાસકો માત્ર બણગાંઓ ફુકે છે, નરી વાસ્તવિકતા જુદી છે, શહેરના અનેક સ્થળો સ્વચ્છતા એ પ્રસિદ્ધિ ભૂખ્યાની ચાડી ખાઈ છે, ગામ ભગવાન ભરોસે : મુકેશ જાની

હરેશ પવાર
સિહોર નગરપાલિકા દ્વારા જાહેર અને ખાનગી શૌચાલયના કામોમાં નબળી કામગીરી અને ખોટા ફોટાઓ અને રંગ રોગન વાળા શૌચાલય રજૂ કરીને સ્વચ્છતા સર્વેક્ષણ માં પ્રમાણપત્રો ખોટા લઈ આવે છે જેને લઈને સિહોર કોંગ્રેસના અગ્રણી અને નગરસેવક મુકેશ જાની એ જણાવ્યું હતું કે સરકારનું તંત્ર દરેક કામોમાં વામણું સાબિત થઈ રહ્યું છે. સરકાર એજન્સીઓને પોતાના ગુલામ બનાવી રહી છે. અમો શોચાલયના ભ્રષ્ટાચારને મામલે દાદ દાખલ કરીને ન્યાય માટે માંગ કરેલ છે જેની તપાસ હજુ શરૂ છે.

સિહોર નગરપાલિકા ની હદમાં ૨ થી ૪ હજાર શોચાલયો અંગત ઉપયોગ માટેના કામ પૂર્ણ થયેલ નહિ હોવા છતાં એજન્સીઓ ને પૈસાનું ચુકવણું કરી દેવામાં આવ્યું હતું. જે તપાસ દરમિયાન બહાર પણ આવ્યું હતું. ભાવનગર ક્વોલિટી કંટ્રોલ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે શાસક પક્ષ દ્વારા બહુમતીના જોરે ઠરાવ પાસ કરી દેવામાં આવ્યો કે સિહોર નગરપાલિકા ની હદમાં કોઈ પણ શોચાલય ની હવે જરૂર નથી તમામ ઘરોમાં શોચાલય ઉપલબ્ધ થયા છે.

જ્યારે બીજી તરફ હજુ તપાસ શરૂ છે અને પ્રાદેશિક કમિશનર તપાસમાં ૨ થી ૨.૫ હજાર શોચાલય ની કામગીરી બાકી હોવાનું બહાર આવ્યું છે. સિહોર નગરપાલિકા પ્રમાણપત્ર ઉપર સ્વચ્છતા બતાવે છે પણ નરી વાસ્તવિકતા જોવા ત્રિકોણ બાગ, એસ.ટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, રમનાથ રોડ લીલાપીર વિસ્તારમાં લાખો રૂપિયા ના ખર્ચે ઉભા કરાયેલ શોચાલય ભ્રષ્ટાચારની ચાડી ફૂંકી રહ્યા છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં અગાઉ થી જ ખબર પડી જાય કે દિલ્હીથી અધિકારી આવે છે એટલે ખોટા રંગ રૂપો કરીને સારા કન્ડિશનમ માં હોવાનો રિપોર્ટ બતાવી ને મોટા પ્રમાણપત્રો લઈ આવે છે. આમ અધિકારીઓ પણ મિલિભગત કરીને પોતાના ખિસ્સા ભરે છે. સિહોર નગરપાલિકાનો વહીવટ આર્થિક સમજણથી ચાલી રહ્યો છે. ઈશ્વરના ભરોસે ગામ જીવી રહ્યું છે જ્યાં સ્વચ્છતા માત્ર કાગળ ઉપર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here