સિહોર તાલુકા હેલ્થ કચેરી દ્રારા શાળા આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો.

હરેશ પવાર
ગુજરાત સરકારશ્રી દ્રારા અનુપમ કાર્યક્રમ શાળા આરોગ્ય કાર્યક્રમ અન્વયે આંગણવાડી, પ્રા.શાળા, માધ્યમિક, આશ્રય શાળા અને શાળા એ જતા બાળકોની તપાસણી આરોગ્ય કર્મચારી દ્રારા કરાઈ જેમાં ખામી વાળા જણાતા તે બાળકોને મેડીકલ ઓફિસર અને આર.બી.એસ.કે ડોકટરો ની ટીમ દ્રારા તપાસ કરાઈ અને તેમાં ખામીવાળા બાળકોને સર.ટી.હોસ્પિટલ ના તજજ્ઞો આંખ,કાન,નાક,ગળા, ચામડી,દાંત,બાળરોગ નિષ્ણાત દ્રારા પ્રા.આ.કેન્દ્ર સોનગઢ, સણોસરા, ટાણા,મઢડા,સિહોર અર્બન,ઉસરડ ના જુદા જુદા ગામના બાળકોની તપાસણી કરાઈ અને જેમાં થી વધુ સારવાર વાળાને ભાવનગર રીફર કરાયા.

આ કાર્યક્રમ અન્વયે હદય,કિડની,કેન્સર,આંખ,દાત,કાન ગળાના ઓપરેશન મફત થાય છે.ઉપરાંત બાળકોમાં જોવા મળતી જન્મજાત ની ખોટખાપણ હોઠ કપાયેલા તાળવૂં તુટેલુ,વળેલા પગો,જન્મથી જોવા મળતી ખોટખાપણ,ખામી ની સારવાર થઈ રહી છે.આ કાર્યક્રમ સિહોર તાલુકા માં સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર જયેશભાઈ વકાણી,તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત, પ્રા.કેન્દ્ર ના તમામ સુપરવાઈઝર શ્રી ઓ,આર.બી.સેલ.કે ટીમના ડોક્ટર,ફિમેલ હેલ્થ વકઁર તથા તમામ પ્રા.આ.કેન્દ્ર ના આરોગ્ય કમઁચારી,મેડિકલ ઓફિસર શ્રી ઓ દ્રારા જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here