ખેડૂતો સાથે ભાવમાં છાંનગપતિયા કરતી સરકાર સામે ખેડૂતોમાં રોષ, આવતીકાલે આવેદન પાઠવી રજુઆત કરશે


બ્રિજેશ ગૌસ્વામી
એક તરફ કોરોના થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તો બીજી તરફ નિર્દય સરકાર ચારેકોર પોતાની મનમાની ચલાવી રહી છે. જેમાં જગતના તાત સામે એક બાદ એક મુશ્કેલી ઉભી કરી રહી છે સરકાર. થોડા દિવસ પહેલા કોરોના કહેર વચ્ચે ધ્યાન ભટકાવી રાસાયણિક ખાતર માં ભાવ વધારો કર્યો હતો અને ફરી વિરોધ થતા ભાવ ઘટાડી નાખ્યો હતો .ત્યારે ફરી ભાવ વધારો થતાં સિહોર કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા વિરોધ દર્શાવામાં આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરનો ભાવ વધારો કરવો ફરી પરત ખેચવો એવી રીતે સરકાર ખેડુતો સાથે સંતાકુકડી રમત રમી રહી છે. અગાઉ રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરી ફરી એકવાર ૧લી મે થી ભાવ વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે.

આથી ખેડુતો પોતે છેતરાયા હોવાની લાગણી સેવી રહ્યા છે.કૃષિમંત્રી આર.સી.ફળદુ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માનડવીયા દ્રારા ખેડુતોને આપેલ દિલાસો ખોટો સાબિત થયો.ત્યારે ગોહિલવાડ પંથકના ખેડુતો માટે રાસાયણિક ખાતરમાં થયેલ અસહય ભાવવધારો પડયા પર પાટુ સમાન છે.કિસાન ક્રાંતિ ટ્રસ્ટ પ્રદેશ મહામંત્રી રમણિકભાઈ જાનીના જણાવ્યા મુજબ રાસાયણિક ખાતરમાં થયેલ ભાવ વધારાથી ખેતી ખચઁ વધી જશે,જેની સામે ખેડુતો ખેતપેદાશોના ભાવ મળી રહે તેવી કોઈ જોગવાઈ થયેલ નથી.

શું ખેડૂતોને સરકાર ચુટણીઓમાં મતબેક સિવાય ગણતરીમાં લેવા માગતી જ નથી?ખેડુતો હવે સરકાર દ્રારા જાહેરાત ખોટા પ્રલોભનો માં ફસાશે નહી.કૃષિમંત્રી અને કેન્દ્રીય મંત્રી દ્રારા ખેડૉતોની આંખમાં ધુળ નાખવાનું કામ કયૂઁ છે વષેઁ ૬૦,૦૦૦ રૂપિયા આપી યેનકેન પ્રકારે ખેડુતોને ખંખેરી લઈને ખોટા સંવેદનશીલ હોવાના બમણાં ફુકવાની જગ્યાએ ખેડુતો માટે નકકર પગલાં લેવાના બદલે સરકાર લાજવાના બદલે ગાજી રહી છે.

જયાં સુધી ખેતપેદાશોના યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી ખાતરના ભાવ વધારા સામે ગાંધી ચીંધ્યા માગૈ લડી લેવાના મુડમાં છીએ. આથી આવતી કાલે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા સિહોર મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવશે, અને જો ખેડુતોને ન્યાય નહીં મળે અને ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, એવું કિસાન ક્રાંતિ ટ્રસ્ટ સિહોર પ્રમુખ લક્ષ્મણ રબારીની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here