સિહોર નગરપાલિકા દ્વારા પતંગ દોરાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તવાઈ : ચાઈનિઝ માલસામાન અંગેનું ચેકીંગ

હરિશ પવાર
સિહોર નગરપાલિકા ટિમ દ્વારા પતંગ-દોરાની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.ઉતરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે પતંગ-દોરાનું બજાર ગ્રાહકોથી છલકાઇ જવા પામ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના વેચાણ તેમજ ખરીદી પર સદંતર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ત્યારે સિહોર નગરપાલિકાના વિજયભાઈ વ્યાસ, સુનીલ ગોહિલ ધર્મેન્દ્ર ચાવડા હાજર રહેલ ફોરેસ્ટ વિભાગમાંથી જયદીપભાઈ વિજયભાઈ વ્યાસની હાજરીમાં શહેરની મેઇન બજાર, માર્કેટ વિસ્તાર, ટોકીઝ રોડ, વડલાચોક, ભાવનગર રોડ, સહિતના વિસ્તારોમાં પતંગ-દોરાનું વેચાણ કરતાં વેપારીઓ પર તવાઈ બોલાવી હતી. વિવિધ દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના જથ્થા માટેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here