સિહોર નજીકના ચોગઠ ખાતે સમાધિ નવ નિર્માણ તથા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

નિલેશ આહીર..દેવરાજ બુધેલીયા
પરિવારો મકાન વગર, યુવાનો રોજગાર વગર, મહિલાઓ સુરક્ષા વગર અને બાળકો ભણતર વગરના રહે તે સરકારની પ્રાથમિકતા

દેશના સંસધાનો પર સૌનો સમાન હક છે તેમ ગઈકાલે રવિવારે સિહોર નજીકના ચોગઠ ગામ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. ચોગઠ ખાતે સમાધિ નવ નિર્માણ તથા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનુ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. ચોગઠ ખાતે ગઈકાલે રવિવારે ધાર્મિક કાર્યક્રમમાં આવેલ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ચોગઠ ખાતે ધર્મ પ્રચારક તથા શક્તિ ઉપાસક રાવળદેવ જોગી રામભાઈ રાવળદેવના સમાધિ નવ નિર્માણ તથા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત કરવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને આ મારૂં સૌભાગ્ય છે.

રાવળદેવ સમાજ એ મહેનતુ, ઈમાનદાર તેમજ ધર્મ પ્રચારાર્થે પરમ શક્તિની ઉપાસના કરનારો સમાજ છે. આ સરકાર ગરીબોની, ગામડાની તેમજ નાના સમાજ માટેની સરકાર છે. જાત-પાત, ધર્મ કે ઉચ્ચ- નીચ નહીં પણ ગાંધી અને સરદારની ભૂમિના આપણે સૌ એક ગુજરાતી છીએ અને તેથી જ સરકાર સબ સમાજ કો લીયે સાથ મેં આગે બઢતે જાના હેના મંત્રને ચરિતાર્થ કરવા કામ કરી રહી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, રાવળદેવ સામાજના આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવેલ વિદ્યાર્થી સ્કોલરશીપ, મકાન,પ્લોટ, ગામડાઓમાં સ્મશાન માટે જગ્યા,તેમજ જ્ઞાાતિ ને રાવળદેવ સમાજના નામ થી સંબોધિત કરવા સહિતના સામાજિક પ્રશ્નોને સરકાર ગંભીરતા થી લઈ રાવળદેવ સમાજ સામાજિક તેમજ શૈક્ષણિક રીતે આગળ આવે તે માટે કામ કરશે.

સરકાર ગરીબોની સરકાર છે દિલ્હીની સરકાર હોય કે પછી ગાંધીનગરની સરકાર હોય દેશના સંસાધનો પર સૌનો સમાન હક છે અને આ લાભ ઉચ્ચ નીચ કે ધર્મ જ્ઞાાતી ના ભેદભાવ જોયા વગર સૌને મળી રહે તે માટે કટિબદ્ધ છે. સરકારની નેમ છે કે ૨૦૨૪ સુધીમાં તમામના માથા પર છત હોવી જોઈએ અને તેથી જ ૫ વર્ષમાં સુવિધાયુક્ત ૨૫ લાખ મકાનો બનાવવાની યોજના પર સરકાર હાલ કામ કરી રહી છે. પરિવારો મકાન વગર, યુવાનો રોજગાર વગર, મહિલાઓ સુરક્ષા વગર અને બાળકો ભણતર વગર ના રહે તે આ સરકારની પ્રાથમિકતા છે. આ સરકારે દારૂબંધીનાં કડક અમલ માટે ૭ વર્ષની કેદ થાય તેવા કડક કાયદા અમલમાં મુક્યા.

જ્યારે પાડોશી રાજ્ય રાજસ્થાનની સરકારે મહિલાઓ દારૂ વહેંચી શકે તે માટે ના લાઇસન્સ આપવાની જોગવાઈઓ કરી છે. ભવિષ્યની પેઢી વ્યસનમાં બરબાદ ન થઈ જાય તે માટે કડક દારૂબંધીની નીતિને વળગી તેની અમલવારી કરવાના સદાય અમારા પ્રયત્નો રહેશે. આ કાર્યક્રમમાં રાજકીય, સામાજીક અગ્રણી, સરકારી અધિકારીઓ, ગ્રામજનો સહિતના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here