રવિવારે ચોગઠમાં ભવ્ય ધાર્મિક મહોત્સવ, રામભાઈ રાવળદેવની સમાધીનું નવ નિર્માણ તેમજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપે તેવી શકયતા, વહીવટી તંત્ર સાબદું

સલીમ બરફવાળા
સિંહોર નજીકના ચોગઠ ગામે આવતા રવિવારેના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવે તેવી શક્યતા તેજ બની છે અને વહીવટી તંત્રમાં ચહલ-પહલ જોવા મળી રહી છે સિહોર નજીકના ચોગઠ ગામે ડાક ડમરુ કાર્યક્રમમાં સમગ્ર રાજ્ય અને દેશમાં નામ ગુજતું કરનાર રામભાઈ રાવણની સમાધિ નવ નિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય ધાર્મિક મહોત્સવ આયોજન થનાર છે.

તા..૧..૦૩..૨૦૨૦ ના રોજ ચોગઠ ગામે યોજનાર છે જે કાર્યક્રમમાં અતિથિ તરીકે રાજ્યના મુખ્યમંત્રી તેવી અટકળો તેજ બની છે આ કાર્યક્રમ ધાર્મિક ભવ્યથિ ભવ્ય રીતે ઉજવાશે કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીઓ ધારાસભ્યો રાજકીય આગેવાનો અભિનેતાઓ કલાકારોને મોટી સંખ્યામાં આમંત્રિત કરાયા છે રામભાઈ રાવળની સમાધિ નવ નિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે સાથે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.

સંતવાણી કાર્યક્રમ પણ યોજશે જેમાં માયાભાઈ આહીર, કીર્તિદાન ગઠવી, જીગ્નેશ બારોટ, નાજાભાઈ આહીર, પોપટભાઈ માલધારી, કાળુભાઈ ચૌહાણ, સહિતના નામી અનામી કલાકારો ઉપસ્થિત રહેવાના છે ગુજરાતી અભિનેતા હિતેન કનોડીયા અને ઈશ્વરભાઈ સમીકર પણ કાર્યક્રમમાં ભાગ લેશે જ્યારે સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં નેતાઓ અભિનેતા કલાકારોનો મેળાવડો જામશે જે સમગ્ર બાબતો વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે તેવી શકયતા સૂત્રોએ દર્શાવી છે જેના કારણે વહીવટી તંત્રમાં પણ ચહલ-પહલ જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here