ચોરવડલા અને હણોલ વચ્ચેની ગૌચર જમીનનો વિવાદ વકર્યો, એક સમયે તનાવ ભરી સ્થિતિ સર્જાઈ હતી, ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો દોડી ગયા

દેવરાજ બુધેલીયા
સિહોર નજીક આવેલ ચોરવડલા ગામ અને હણોલ ગામની ગૌચર જમીન મામલે વિવાદ વકર્યો છે આજે એ વિવાદ રોડ પર ઉતરી આવ્યો છે આજે માલધારીઓ પોતાના પરિવાર અને માલઢોર સાથે રોડ પર ઉતરી આવી ગૌચર જમીનને ખુલ્લી કરવાની માંગ કરી હતી એક સમયે વણસે તેવી સ્થિતિ ઉભી થઇ હતી જોકે સમગ્ર મામલે પોલીસનો મોટો કાફલો ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો દોડી જઈને મધ્યસ્થી કરી મામલો હાલ પૂરતો થાળે પાડ્યો છે થોડા દિવસ પહેલા સિહોરના ચોરવડલા ગામના માલધારી સમાજે તંત્રને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે ચોરવડલા ગામે જે ગૌચર જમીન આવેલી છે.

તે જમીન હણોલ ગ્રામ પંચાયતે કબ્જે કરી છે અને ગ્રામ પંચાયત દ્વારા અન્ય લોકોને એ જમીન ભાડે આપી દેવાઈ છે જે બાબતે થોડા દિવસ પહેલા માલધારી સમાજ દ્વારા યોગ્ય રજુઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને સમયનું પણ અલ્ટીમેટમ રજુઆત કર્તાઓ દ્વારા આપવામાં આવ્યું હતું જે ગૌચરની જમીન વિવાદને લઈ આજે સિહોરના ચોરવડલા ગામના માલધારી સમાજના લોકો માલઢોર અને પરિવાર સાથે રોષ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા અને ગૌચર જમીનમાં થયેલા દબાણને હટાવવાની માંગ કરી હતી એક સમયે સ્થિતિ વણસે તેવા પણ એંધાણ સર્જાયા હતા ઘર્ષણ થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસનો મોટો કાફલો ચોરવડલા ગામે દોડી ગયો હતો સિહોર અને પાલીતાણા પ્રાંત અધિકારી સાથે અધિકારીઓ અને માલધારી સમાજના આગેવાન અમિત લવતુકા દોડી જઈને સમાજના આગેવાનો અને અધિકારીઓની સાથે મધ્યસ્થી કરી અને ચર્ચાઓ કરીને સમગ્ર મામલે ઠંડુ પાણી રેડી દઈને લોકોમાં રહેલા રોષને ઠંડો પાડી દેવાયો હતો હાલ ગૌચર જમીન દબાણની કાર્યવાહીને હાલ પૂરતી મુલત્વી રાખીને તંત્રને સમય આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here