ચોરવડલા અને હણોલ વચ્ચે આવેલી ગૌચર જમીનને લઈ વિવાદનો વંટોળ, માલધારીઓ લાલઘૂમ, ગ્રામજનોએ કહ્યું હણોલ પંચાયતે ચોરવડલાની ગૌચરની જમીન કેટલાક ઇસમોને ભાડે આપી દીધી, સમગ્ર મામલો મુખ્યમંત્રી સુધી જશે

હરેશ પવાર
ગામડાઓમાં દિવસેને દિવસે ગૌચર ઘટી રહ્યા છે મોટા ભાગના ગૌચરની જમીન ખેતરમાં ભળી રહી છે. પશુઓને ચરવા માટે રખાયેલ ગૌચર જમીનો પર મોટી વગ ધરાવતા લોકો કબ્જો કરી રહ્યા છે ત્યારે અહીં એક ચોંકાવનારી બાબત સામે આવી છે સિહોર નજીક ચોરવડલા ગામ આવેલું છે ત્યાં અનેક માલધારી પરિવારો વસવાટ કરે છે વાત એવી છે કે ચોરવડલામાં આવેલી ગૌચરની જમીન હણોલ પંચાયત દ્વારા કબજો કરી કેટલાક ઇસમોને જગ્યા ભાડે આપી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે હાલતો સમગ્ર મામલે આક્રોશભેર રજુઆત થઈ છે ચોરવડલા અને હણોલ વચ્ચે ૧૨ કિમીનું અંતર આવેલું છે ચોરવડલા સિહોર તાલુકા અને હણોલ પાલીતાણા તાલુકામાં આવેલું ગામ છે.

હવે બન્ને ગામની ગૌચર જમીનને લઈ ભારે વિવાદ ઉઠ્યો છે ચોરવડલાની ગૌચર જમીનને હણોલ પંચાયત દ્વારા કેટલાક ઇસમોને ભાડે આપવામાં આવી આપી છે તેવું લોકોનું કહેવું છે ચોરવડલા ગામના જવાબદાર લોકો દ્વારા સમગ્ર બાબતે માહિતી માંગવા છતાં આજ સુધી માહિતી આપવામાં આવી નથી અને ત્યાંના કબ્જેદારો દવારા માનસિક ત્રાસ આપવામાં આવે છે અને માલધારીઓ દ્વારા હાલત કફોડી બની છે સમગ્ર મામલે ભારે વિવાદ થયો છે અને સિહોરના ચોરવડલા ગ્રામજનો અને માલધારીઓ દ્વારા સમગ્ર મામલે સિહોરના તાલુકા અધિકારીને આક્રોશભેર રજુઆત કરી છે આવતા દિવસોમાં સમગ્ર મામલો મુખ્યમંત્રી સુધી પોહચશે તેવું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here