નવું વર્ષ ફળતા સિનેમા ઉધોગ સાથે જોડાયેલા હજારો ધંધાર્થીઓને રોજી મળી, સરકારનું સહાય પેકેજ ન મળ્યું પરંતુ લોકોનો મૂડ બદલાતા ચમક આવી, સિહોર સહિત જિલ્લાના થિયેટરોના છેલ્લા દિવસોથી શો હાઉસફૂલ

હરિશ પવાર
કોરોના અને સોશ્યલ મીડિયાનાં આક્રમણથી મૃતપાય બનેલા સિનેમા ઉધોગમાં નવા વર્ષે પ્રાણ ફૂંકાયો છે. દિવાળીનાં તહેવારો પર નવી રિલીઝ થયેલી હિન્દી ફિલ્મોને જોરદાર પ્રતિસાદ મળ્યો છે લાંબા સમય બાદ ફિલ્મની ટિકીટ લેવા માટે જિલ્લાના થિયેટરોમાં કતારો લાગી હતી. સિનેમા ઉધોગમાં ફરી તેજીનો પવન ફૂંકાતા હજારો લોકોને નવા વર્ષે રોજગારી મળતી થઈ છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે સિનેમા ઉધોગને મોટો માર પડયો છે. પ૦ ટકા જેટલા થીયેટરોનાં શટર પડી ગયા છે હાલ જે બચ્યા છે તે માંડ માંડ ચાલે છે.

પરંતુ નવા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોને સારી રિસ્પોન્સ મળ્યો છે. કોરોનાથી કંટાળેલા લોકો ફિલ્મો જોવા થીયેટરો સુધી પહોંચ્યા છે. દિવાળી અને નવા વર્ષનાં દિવસોમાં એક સપ્તાહમાં શો હાઉસ ફૂલ થયા હતા. લાંબા સમય બાદ આવી સ્થિતિ જોવા મળી હતી. ટિકીટો મેળવવા ભલામણનાં ફોન કરવા પડે તેવુ પણ લાંબા સમયે બન્યુ હતુ. મુંબઈ સહિત મોટા ભાગનાં રાજયોમાં હવે થિયેટરો ખુલી ગયા છે અને ફિલ્મોના શુટીંગ શરુ થયા છે અને રિવ્ઝ થવા લાગી છે ત્યારે સિનેમા ઉધોગમાં નવા પ્રાણ ફૂંકાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here