સિહોરના મિલન કુવાડિયા અને ભાવનગરના સામાજિક આગેવાન ગૌરવભાઈ આચાર્યની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત, કોફીથી બનાવેલી પેન્ટિંગ ભેટ સ્વરૂપે આપી

સલીમ બરફવાળા
સિહોરના લોકનેતા અને ભાવનગરના સામાજીક આગેવાન ગૌરવભાઈ આચાર્યએ આજે સમી સાંજના ૭/૪૫ કલાક આસપાસ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી છે આજે સમી સાંજના સમય આસપાસ ગાંધીનગર ખાતે આવેલ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ખાતે સિહોરના લોકનેતા અને ભાવનગરના સામાજીક આગેવાન ગૌરવભાઈ આચાર્યએ શુભેચ્છા મુલાકાત કરીને કોફીથી બનાવેલી પેન્ટિંગ ભેટ સ્વરૂપે આપી હતી ગૌરવભાઈ આચાર્ય એ ભાવનગરના સામાજિક આગેવાન છે.

જ્યારે સિહોરમાં લોકનેતાનું બિરુદ પ્રાપ્ત કરનાર મિલન કુવાડિયાએ કોરોના કાળમાં લોકોની સેવા અવિરત કરી છે પોતાના માથે લોકસેવાની પાઘડી પહેરી નીકળેલા રાજકારણ સાથે છેડો ફાડીને જીવનમાં બસ લોકોની સેવા કરવાના હેતુ અને પત્રકારત્વનો મુળ હેતુ માણસના જીવનમાં કઈક સારૂ થાય અને તેની સામે આવેલી મુશ્કેલીઓ દુર કરવામાં પત્રકાર મદદ કરે સામાન્ય રીતે મોટા ભાગના પત્રકારોઓ આ કામ કરતા જ હોય છે.

પણ અખબારનો પત્રકાર લખીને અને ટીવી ચેનલનો પત્રકાર બોલીને પોતાનું કામ કરતા હોય છે પણ ગુજરાત અને દેશમાં મિલન કુવાડિયા જેવા બહુ ઓછા પત્રકાર છે જે લખી અને બોલવાની સાથે પોતાની જીંદગીની વ્યકિતગત સમય લોકો માટે આપી લોકોની સમસ્યા દુર કરવાનું કામ કરે છે કોરોના સમયમાં પોતાની વ્યકિતગત જીંદગીમાં એક ડૉકટર અને કાઉન્સીલરની ભુમીકા અદા કરી છે.

સાથે ભાવનગરના સામાજિક આગેવાન ગૌરવભાઈ આચાર્ય પણ સ્વભાવે એકદમ સરળ અને નિખાલસ માણસ છે તેઓનો હેતુ પણ લોકસેવાનો રહેલો છે કપરા કોરોના કાળમાં બંધ મુઠીએ અસંખ્ય લોકોની સેવા કરી છે ત્યારે આજે બન્ને મહારથીઓની મુખ્યમંત્રી સાથેની શુભેચ્છા મુલાકાત દરમિયાન કોફીથી બનાવેલી પેન્ટિંગ ભેટ સ્વરૂપે આપી છે બન્ને લોકસેવકોને મુખ્યમંત્રીએ પણ સામેથી શુભેચ્છાઓ પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here