વધુ એક સુવિધા : સિહોરના ઘાંઘળી રોડ વડિયા નજીક આવેલ ગુરૂકૃપા પેટ્રોલિયમ ખાતે ઓનલાઇન CNG પંપની સુવિધા, લોકોમાં રાહત


મિલન કુવાડિયા
સિહોરમાં અન્ય શહેરોની સરખામણીએ પ્રદૂષણની સમસ્યા ઓછી છે અને તંત્ર અને સરકાર દ્વારા રાજ્યના કોઈ પણ ખૂણે કે ગામે પ્રદૂષણ ન વધે તેવા પ્રયાસો સતત થઇ રહ્યા છે ત્યારે સિહોરમાં એકમાત્ર આવેલ પેટ્રોલપંપ પર સીએનજી પમ્પ પર વાહનોની લાંબી લાઇનોનાં દ્રશ્યો રોજિંદાં બની ગયાં છે. આ સમસ્યાને નિવારવા શહેરના ઘાંઘળી રોડ વડિયા નજીક આવેલ ગુરુકૃપા પેટ્રોલિયમ ખાતે ઓનલાઇન સીએનજી સ્ટેશન ઉભું કરાયું છે હાલના સમયે કૂદકેને ભુસકે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે.

અને બીજી તરફ કોરોનાને કારણે ધંધા-રોજગારને ભારે મોટો ફટકો પડયો છે.પરંતુ લોકોને સામાજિક કારણોસર કે આરોગ્યલક્ષી કારણોસર હાલના સંજોગોમાં મને-કમને પરિવહન તો કરવું જ પડે છે. આથી સીએનજી એક ઉત્તમ વિકલ્પ છે. સિહોર શહેરમાં એક માત્ર સીએમજી પંપ હોવાના કારણે લોકોને લાઈનોમાં ઉભું રહીને સમય વ્યર્થ જતો હતો જેથી લોકોમાં શહેરમાં વધુ એક સુવિધા મળે તે માટે છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી હતી જે માંગ આજે પૂર્ણ થઈ છે.

સિહોરના ઘાંઘળી રોડ વડિયા નજીક આવેલ ગુરુકૃપા પેટ્રોલિયમ ખાતે સીએનજી પંપ શરૂ થતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે પાલીતાણા કે સિહોરથી વાયા ધંધુકા અમદાવાદ તરફથી આવતા જતા વાહનોને અહીંથી પસાર થતા હોય છે ત્યારે શહેરમાં વધુ એક સીએનજી પંપ શરૂ થતાં હવે આ વિસ્તાર અને શહેરના અનેક વાહનચાલકોમાં આનંદ વ્યાપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here