શહેર કોંગ્રેસ દ્વારા વડલાચોકે શક્તિસિંહનું ભવ્ય સ્વાગત, શહેર સાથે તાલુકા જિલ્લા પંચાયત સીટો પર શક્તિસિંહ ગોહિલ પ્રચાર અર્થે પોહચ્યા, સિહોરના વરાવળ નોંધણવદરમાં શક્તિસિંહની જાહેર સભાઓ યોજાઈ
હરેશ પવાર : દેવરાજ બુધેલીયા
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતના તમામ પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે તો બીજી તરફ કોંગસના દિગગજ રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલ ચૂંટણી પ્રચાર અર્થે મેદાનમાં ઉતર્યા છે શક્તિસિંહ ગોહિલ છેલ્લા ત્રણ દિવસથી ભાવનગર ખાતેના પ્રવાસે છે બુધવારે બપોરના પછી ભાવનગર ખાતે યોજાયેલી રેલી બાદ શક્તિસિંહ ઠેર ઠેર જાહેરસભાઓ સંબોધિ રહ્યા છે.
જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચંડ પ્રચાર સાથે ઠેર-ઠેર ઢોલ-નગારા-ફૂલોથી ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે લોકોનો ચોમેરથી આવકાર મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં ખેડૂતો ઉપર દિલ્હીમાં થઈ રહેલા હત્યાચારો અને વધતી જતી મોંઘવારીને લઈને ભાજપ સરકાર સામે શક્તિસિંહ ગોહિલે આકાર પ્રહાર કર્યા હતા. શક્તિસિંહના જિલ્લા પ્રવાસને લઈને કોંગ્રેસ દ્વારા એક પરિવર્તનનો પવન ફૂંકવા ફૂંકાયો હતો.
શક્તિસિંહ ગોહિલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ગામડાંઓ બેઠકો ઉપર જઈને પ્રચાર પ્રચાર કર્યો હતો. કોંગ્રેસનું ગામડાંઓમાં વધતી જતી લોક ચાહનાને લઈને ભાજપ ચિંતા માં મુકાય ગયું છે શક્તિસિંહ ગઇકાલે થી ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે સભાઓમાં હાજરી આપી રહ્યા છે આજે સિહોર ખાતે પધાર્યા હતા ઢોલ નગારા સાથે વડલા ચોકે સિહોર કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યાંથી વળાવડ ખાતે પણ સભામાં હાજરી આપી હતી