રાહુલ ગાંધીના જન્મ દિવસે કોંગ્રેસ દ્વારા કેમ્પનું આયોજન, શહેર પ્રમુખ જયદીપસિંહે સંદેશો આપતા કહ્યું, રસીકરણ ખૂબ જરૂરી છે, લોકોએ વહેલી તકે રસી લઈ લેવી જોઈએ, બીજી હલેર ધીમી પડી છે પરંતુ આ મહામારી ખતમ થઈ નથી

બ્રિજેશ ગૌસ્વામી
કોંગ્રેસના રાષ્ટ્રીય યુવા નેતા રાહુલ ગાંધીનો શનિવારે જન્મ દિવસ હોવાથી કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ જન્મ દિવસના અવસરે સિહોર શહેર કોંગ્રેસ દ્વારા મેગા રસીકરણ કેમ્પનું આયોજન કરાયું છે એક બાજુ કોરોના રસીકરણની કામગીરીમાં નિરસતા જોવા મળી રહી છે લોકોમાં જાગૃતતાના અભાવ દેખાઈ છે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો બન્યા હોવા છતાં લોકો વેકસીન લેવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે.

કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વચ્ચે રસીકરણની ધીમી કામગીરી ચિતાનો વિષય હોવાનું મનાય છે કોરોનાના કેસો રોકેટ ગતિએ વધ્યા હતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના નોંધપાત્ર કેસો સામે આવ્યા હતા ગંભીર દર્દીઓ માટે બેડ અને ઓક્સીજન ખુટી પડયા હતા અનેક લોકોના મોત પણ થયા હતા હાલમાં બીજી લહેર ધીમી પડતા કોરોનાના કેસોમાં ઘટાડો થયેલ છે.

પરંતુ હજી મહામારી ખતમ થઇ નથી બીજી લહેરથી પણ ખતરનાક ત્રીજી લહેર આવવાની સંભાવનાથી વચ્ચે સરકાર રસીકરણની કામગીરી તેજ બનાવે એ જરૂરી છે ત્યારે સિહોર કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૯/૬/૨૦૨૧ શનિવારે રોજ યકીનશાપીર હોલ, સુરકાના દરવાજા ખાતે સવારે ૯:૦૦ કલાક થી બપોરે ૧૨:૦૦ કલાક સુધી કોરોના રસીકરણ કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં સિહોર ની જાહેર જનતા ને વધુ ને વધુ લાભ લેવા તેમજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો, અગ્રણીઓ, પદાધીકારીઓ, નગરસેવકો, વિવિધ સેલ ના હોદ્દેદારો અને કાયઁકર મિત્રો એ હાજર રહેવા સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જયદિપસિંહ ગોહિલ તથા સિહોર નગરપાલિકાના વિરોધ પક્ષ ના નેતા કિરણભાઈ ઘેલડા ની યાદી મા જણાવવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here