સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા રાહુલ ગાંધીના જન્મ દિવસ ઉજવ્યો, સરકારી તંત્રના વોરીયર્સનુ સન્માન

બ્રિજેશ ગૌસ્વામી
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી નો જન્મ દિવસ છે પણ હાલમા કોરોના વાઇરસ ની મહામારી ને લઇને ઉજવણી કરવામાં નહિ આવે તેવો નિર્ણય રાહુલ ગાંધીજી દવારા લેવાયેલ છે જેને લઇને સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા રાહુલ ગાંધીજી નો જન્મ દિવસ ઉજવણી કરવાના બદલે આજે શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કદરેક સરકારી તંત્ર નગરપાલિકા બિલ્ડીંગ ખાતે,પોલીસ કમીઁ,આરોગ્ય કમઁચારી, હોમગાર્ડ જવાનો,આર.એલ.ડી.જવાનો, સફાઇ કર્મચારીનુ કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું આ કોરોના વોરિયર્સને સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ, કિરણભાઈ ઘેલડા, સહિત આગેવાન અગ્રણીઓ નગરસેવકો વિવિધ પાંખના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વોરિયર્સને સન્માનીત કરી રાહુલ ગાંઘીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here