ખેડૂત ખેતી બચાવો અભિયાન હેઠળ સહાયથી વંચિત ખેડૂતો માટે કોંગ્રેસ કરશે રજુઆત, આવતીકાલે સિહોર વડલાચોક ખાતે વાવાઝોડામાં સહાયથી વંચિત ખેડૂતોને હાજર રહેવા આહવાન

બ્રિજેશ ગોસ્વામી
ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ આપણી સરકારના, સૌના સાથેના, સૌના વિકાસના ‘ ની સામે કોંગ્રેસ સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે ત્યારે આવતીકાલે સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ ખેડૂતોની વ્હારે આવી છે અને વાવઝોડામાં સહાયથી વંચિત ખેડૂતો માટે ખેતી વિભાગ અને પ્રાંત અધિકારી સુધી રજૂઆતો કરશે ખેડૂત અને આગેવાનોને વડલાચોક ખાતે હાજર રહેવા અનુરોધ કરાયો છે આ કાર્યક્રમ હેઠળ સિહોર શહેર અને તાલુકાના પ્રમુખ જયદીપસિંહ અને ગોકુળભાઈ આલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમની ટીકા કરતા જણાવ્યું હતું કે આ ભાજપની સરકાર છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે છતાં ગુજરાતનાં નાગરિકો વિકાસથી વંચિત છે.

વિકાસ માત્ર ભાજપના લોકોનો અને અન્ય મુઠ્ઠીભર ઉધોગપતિ અને પૈસાદાર વર્ગના લોકોનો જ થયો છે. પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે સરકાર પ્રજાના ટેક્સના પૈસે આવા પોતાના વાહવાહીના કાર્યક્રમો યોજીને પ્રજાનું અપમાન કરી રહી છે. તેના વિરોધમાં કોંગ્રેસ નવ દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે જેના ભાગરૂપે ખેડૂત અને ખેતી બચાવો અભિયાન હેઠળ આવતીકાલે વાવાઝોડામાં સહાયથી વંચિત ખેડૂતો માટે રજુઆત કરવામાં આવશે આવતીકાલે સવારે તાલુકાના તમામ ખેડૂતો તેમજ સિહોર શહેર અને તાલુકાના કોંગ્રેસના અગ્રણી આગેવાનો હોદ્દેદારોને વડલાચોક ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જયદીપસિંહ ગોહિલ અને ગોકુલભાઈ આલ દ્વારા અનુરોધ કરાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here