સિહોર તાલુકાના આંબલા, જાંબાળા, મઢડા, ટાણા સહિત ગામોની મુલાકાત લઈ કોરોના મૃતકના ઘરે ઘરે કોંગ્રેસ આગેવાનો પોહચ્યા


સલિમ બરફવાળા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં કોવિડ 19 ન્યાય યાત્રા યોજાઈ રહી છે. જેના ભાગરૂપે સિહોર તાલુક કોંગ્રેસની કોવિડ 19 ન્યાય યાત્રા ગામડે ગામડે પોહચી છે જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, ગોકુલભાઈ આલ, રાજભા, પ્રતાપભાઈ મોરી, કિરણભાઈ મોરી, અશોકભાઈ મકવાણા, શૈલેશભાઈ, ઈશ્વરભાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડે જણાવ્યુ હતુ કે કોરોના કાળમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોને સમયસર સારવાર અને સહાય આપવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપો કર્યા હતા.જિલ્લા પ્રમુખે અનેક મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી તો, કોરોના કાળમાં સરકાર લોકોને તાત્કાલિક સ્વાસ્થ્ય સહાય પૂરી પાડવામાં નિષ્ફળ રહેલી રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીની આગેવાની હેઠળની સરકારે પાંચ વર્ષ પૂર્ણ થયા હોવાના

ઉજવણીના નામે તાયફા કરી રહી હોવાના પણ આક્ષેપો કોંગ્રેસ અગ્રણીઓએ કર્યા હતા સિહોર તાલુકાના આંબલા, જાંબાળા, મઢડા, ટાણા સહિત ગામોની મુલાકાત લઈ કોરોના મૃતકના ઘરે ઘરે કોંગ્રેસ આગેવાનો પોહચ્યા હતા અને આવતા દિવસોમાં સમગ્ર પંથકમાં કોંગ્રેસની કોવિડ યાત્રા ગામે ગામ ફરશે હોવાનું તાલુકા પ્રમુખ ગોકુળભાઈ આલે જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here