ભંગાર રસ્તાથી ત્રસ્ત ભાવનગર અને જિલ્લામાં ફરી જન આશીર્વાદ યાત્રા, રસ્તા સહિતના કામો કર્યા નથી, ખેડૂતોને સહાય બાકી છે, સ્કૂલ-કોલેજ ફીમાં રાહતો આપી નથી, છતાંય મંત્રીઓ લોકો પાસે ધરાર આશીર્વાદ માગશે : સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહનો વૈધિક સવાલ

બ્રિજેશ ગોસ્વામી
પેટ્રોલ-ડીઝલ સહિત તમામ વસ્તુઓ પર અસહ્ય કરવેરા ઝીંકીને મોંઘવારીનું વિષચક્ર ઝડપથી ફરતું કરાયું છે, ઉપરાંત સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના કારણે ભંગાર રસ્તાથી માંડીને કૃષિ પાક મુદ્દે લોકો ત્રસ્ત છે ત્યારે આ લોકો પાસે ફરી વાર આશિર્વાદ મેળવવાના નામ પર ભાજપના રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓની યાત્રા આજથી શરૂ થઈ છે ભાવનગર સાથે જિલ્લામાં નબળા કામના કારણે ઠેરઠેર રસ્તા અગાઉથી જ ભાંગેલા હતા તે હવે વધુ જર્જરિત થયા છે. રસ્તાની મરમ્મત પણ અણઘડ રીતે થઈ રહી છે.

કોરોના કાળમાં લોકો શારિરીક રીતે જ નહીં પણ સરકારના ઉંચા વેરાબોજથી અને મંદીથી આર્થિક  નાણાભીડ ભોગવી રહ્યા છે તે સ્થિતિમાં આ વખતે રાજ્ય સરકારે સ્કૂલ-કોલેજ ફીમાં એક ટકાની માફી જાહેર કરી નથી. અને છતાંય આ લોકો ભાજપને વિજયશ્રીના આશિર્વાદ આપશે તેવી આશા સાથે મંત્રીઓ માર્ગો પર નીકળશે લોકસૂત્રો અનુસાર જો મંત્રીઓ રથ પર સવાર થઈ દેખાડો કરીને યાત્રાને બદલે પગપાળા જઈને લોકોને મળે તો લોકોની શુ પીડા છે, શહેર-ગામોના શુ પ્રશ્નો છે તે જાણી શકે તેવું રોષ સાથે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદિપસિંહ ગોહિલે જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here