સિહોર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા ગૌતમેશ્વર તળાવ ખાતે જળ પૂજન કરવામાં આવ્યું

હરિશ પવાર 
સિહોર શહેરની જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવ જયારે કુદરતની કૃપાથી ત્રણ- ત્રણ વખત ઓવરફલો થયું છે ત્યારે સમગ્ર સિહોર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નદી-કુવાના જળ સ્તર ઉંચા આવી ગયા છે તેથી સર્વત્ર આનંદની લાગણીઓ લોકમુખે જોવા મળી રહી છે. ત્યારે આજે સાંજે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોરના ગૌતમેશ્વર મહાદેવ ખાતે આવેલ ગૌતમેશ્વર તળાવના નવાનીરનું જળપૂજન કરીને શહેરીજનોને બારેમાસ પૂરતું પાણી મળી રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ જળપૂજન કાર્યક્રમમાં સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ,દિનેશભાઇ પટેલ,અનિલભાઈ બારોટ,નૌશાદ કુરેશી,જયરાજસિંહ મોરી,ડી.પી.રાઠોડ,પી.ટી,સોલંકી,યુવરાજ રાવ,રાજુ ગોહિલ, માનસંગ ડોડીયા,ન.પા કોર્પોરેટર મુકેશભાઈ જાની, ઇકબાલભાઈ સૈયદ,હિરલબેન બુધેલીયા, વહીદાબેન પઢીયાર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here