સ્ટેશન રોડ ખાતે સવારે ૧૧ વાગે કાર્યક્રમનું આયોજન, અખબાર યાદીમાં અગત્યની નોંધ લખી છે દરેક કાર્યકરો માસ્ક પહેરી કાર્યક્રમમાં હાજરી આપે

દેવરાજ બુધેલીયા
સમી સાંજના ૬/૩૩ અને ૬/૪૯ કલાકે વોટ્સએપ મારફત સિહોર કોંગ્રેસની બે અખબાર યાદીઓ આવી છે યાદીમાં મુદ્દાની વાત એવી હતી કે આવતીકાલે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિને કાર્યક્રમની આયોજન કરાયું છે જેમાં પ્રથમ યાદીમાં વડલા ચોકે કાર્યક્રમ થશે અને બીજી યાદીમાં રેલવે સ્ટેશન રોડ ખાતે કાર્યક્રમ થશેનો ઉલ્લેખ કરાયો છે એટલે જે સ્થળ ફેરફાર માટે બીજી અખબાર યાદી પ્રમુખશ્રી જયદીપસિંહ દ્વારા મોકલાવવામાં આવી છે અખબાર યાદીમાં અગત્યની નોંધ પણ કરવામાં આવી છે કે પક્ષના દરેક કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપે તેમજ ખાસ માસ્ક પહેરીને કાર્યક્રમ હાજરી આપવામાં માટે ભાર મૂકવામાં આવ્યો છે.

યાદીમાં ઉલ્લેખ છે કે હાલમાં જ કેન્દ્ર સરકાર ની નિષ્ફળતા ને કારણે લદ્દાખ અને ગલવાન ઘાટી ખાતે ચિનના સૈન્ય દવારા ઘુસણખોરી કરાયેલ અને તેને ખસેડવામાં આપણા ભારતીય સૈનિકો શહિદ પણ થયા આ શહિદ થયેલા બહાદુર સૈનિકો ઉપર આપણને ગર્વ છે અને તેને શ્રધ્ધાંજલી અર્પણ કરવા સમગ્ર દેશમાં અને કોંગ્રેસ પક્ષ શ્રધ્ધાંજલી અર્પણ કરી રહયો છે ત્યારે સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દવારા પણ આવતીકાલે સવારે ૧૧:૦૦ કલાકે શહિદ ભગતસિંહ ની મુતીઁ પાસે,સ્ટેશન રોડ સિહોર ખાતે તેમને પુષ્પાંજલિ અને શ્રધ્ધાંજલી અર્પણ કરાશે.

તેમજ તેમની આત્મા ને શાંતિ માટે પ્રાર્થના કરાશે તો સિહોર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ ના આગેવાનો, અગ્રણીઓ,પદાધીકારીઓ, નગરસેવકો, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સદસ્યો, વિવિધ સેલ ના હોદ્દેદારો અને કાયઁકર મિત્રો એ હાજર રહેવા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રી જયદિપસિંહ ગોહિલ તથા સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ગોકુળભાઇ આલ દ્વારા અનુરોધ કરાયો છે દરેક માસ્ક પહેરી આવે તેવી ખાસ નોંધ અખબારની યાદીમાં કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here