સિહોર શહેર અને તાલુકાની કોંગ્રેસ ની એક અગત્યની બેઠક મળશે – ચૂંટણીને લઈને ઘડશે વ્યૂહરચના

બ્રિજેશ ગોસ્વામી
આગામી વિધાનસભા ની ચુંટણી ને લઈને રાજકીય પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરી નાખી છે. ત્યારે સિહોર હાલ રાજકીય પક્ષ માટેનું એપી સેન્ટર ગણાય રહ્યું છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ દ્વારા સિહોર તાલુકા અને શહેરના આગેવાન સાથેની એક અગત્યની બેઠક તા.૭/૪/૨૨ ને ગુરુવારે સવારે ૧૦ કલાકે હોટેલ ગેલોર્ડ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ પ્રવીણભાઈ રાઠોડની પ્રેરક ઉપસ્થિતીમાં બેઠક મળશે.આ બેઠકમાં શહેર અને તાલુકાના આગેવાનો અને હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here