કાલે રાજીવ ગાંધીની પુણ્‍યતિથિ : ભારતને મજબૂત અને પ્રગતિશીલ બનાવવામાં જબ્‍બર યોગદાન ; જયદીપસિંહ ગોહિલ

બ્રિજેશ ગોસ્વામી
રાજીવ ગાંધી એક શક્‍તિ એક વિચારધારા એક દૃષ્ટિકોણ એક પરિવર્તન અને માનવતાનું નામ છે. રાજીવ ગાંધી સ્‍વભાવથી ગંભીર પરંતુ આધુનિક વિચારો – વૈજ્ઞાનિક અભિગમ સાથે નિર્ણય લેવાની અદભૂત ક્ષમતા ધરાવતા હતા. રાજીવ ગાંધી વારંવાર કહેતાં કે ભારતની એકતાને કાયમ રાખવા એ જ મારો ઉદ્દેશ્‍ય છે. ‘એકવીસમી સદીના ભારતનું નિર્માણ’કરવું એ તેમનું પ્રમુખ મિશન હતું તેમજ ભારતને હાઈ-ટેકનોલોજીથી પરિપૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય હતું. જે આજે સફળ થતું અનુભવી શકીએ છીએ. વિશ્વમાં રાજીવ ગાંધીની એક એવા યુવા-રાજનેતા તરીકે ગણના થાય છે, જેમણે ૪૦ વર્ષની વયે દેશનું નેતૃત્‍વ કર્યું  હોય.

દેશમાં પેઢીગત પરિવર્તનના અગ્રદૂત રાજીવ ગાંધીને ભારતના ઇતિહાસમાં સૌથી મોટો જનાદેશ પ્રાપ્ત થયો હતો. રાજીવ ગાંધી સંયમી વ્‍યક્‍તિ હતા, તેમની કોઈ પ્રકારની વ્‍યક્‍તિગત મહત્‍વકાંક્ષા હતી નહીં. રાજીવ ગાંધી ‘આધુનિક ભારતના નિર્માતા’ હતા, એમાં કોઈ બેમત નથી.૨૧મી સદીના સ્‍વપ્‍નદ્રષ્ટા રાજીવ ગાંધીની દુરંદેશી નીતિએ ભારતને એક મજબૂત અને પ્રગતિશીલ રાષ્ટ્ર બનાવ્‍યું. રાજીવ ગાંધી એક મહાન રાજનેતાની સાથે ઉમદા માનવી હતા જેઓની આવતીકાલે પુણ્‍યતિથી છે જે નિમિતે સિહોર કોંગ્રેસ દ્વારા વડલાચોક ખાતે છાશ વિતરણ કાર્યક્રમ યોજાશે તેવું જયદીપસિંહ ગોહિલ અને કિરણભાઈ ઘેલડાની યાદીમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here