કોંગ્રેસનો આરોપ છે અને જયદીપસિંહે કહ્યું એ રીતે ટાઉનહોલ ભાજપના ગોડાઉન તરીકે ઉપયોગ લેવાય છે, નગરપાલિકાના વાહનનો બેફામ ઉપયોગ, હંસદેવ બાગ લોકો માટે છે પણ ભાજપ પાર્ટી પ્લોટ સમજી બેઠું છે, આંગણવાડી બહેનોની નગરપાલિકા સભાખંડમાં મિટિંગ, જિલ્લા મહિલા પ્રમુખના પુત્રના જન્મ દિવસ ઉજવણી નગરપાલિકામાં, ચિફઓફિસર ગુનાહિત પ્રવૃતિઓ સામે તમાશો જુએ છે ; કોંગ્રેસે આક્રોશભેર રજુઆત કરી

હરીશ પવાર
સિહોર નગરપાલિકામાં હાલના સત્તાધીશો દ્વારા હિટલરશાહીથી શાસન ચાલી રહ્યું છે જનતાના સેવક બની સિહોરની પ્રજાને મુર્ખ બનાવી સત્તા મેળવ્યા બાદ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકોએ સિહોર નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટી પ્રાઈવેટ લીમીટેડ બનાવી દીધેલ છે . અને સમગ્ર પાલિકાને પોતાની પેઢી સમજી બેઠા છે આમ પોતાની મનસુફીથી વહીવટકર્તા સત્તાધીશો દ્વારા સિહોર નગપાલિકાની જનતાના ઉપયોગી માટે જે મિલકતો આવેલી છે તેનો દૂર ઉપયોગ કરાતો હોવાનો કોંગ્રેસે મોટો આરોપ લગાવ્યો છે કોંગ્રેસનું કહેવું છે કે નિયમ વિરુદ્ધ કોઈપણ જાતનો ચાર્જ ભર્યા વગર કે ચીફ ઓફિસરની મંજુરી વગર ઉપયોગ કરી નગરપાલિકાનું આર્થિક હિતને પણ નુકસાન કરતા હોય

(૧) સત્તાધીશો દ્વારા પ્રમુખ ચુંટણી પછી નગરપાલિકાના ભાજપના સભાસદો દ્વારા ભુરખીયા હનુમાનજી બાધા છોડવા માટે નગરપાલિકાની બોલેરો વાહન ઉપયોગ કરેલ તદ્ઉપરાંત અવાર નવાર સંગઠનના કાર્યક્રમ માં નગરપાલિકાની જીપ નો ઉપયોગ કરતા હોય જે ગેરકાયદેસર બાબત છે (૨) સિહોર નગરપાલિકાના ટાઉન હોલનો ઉપયોગ કોઇપણ જાતના ચાર્જ ભર્યા વગર અવાર નવાર સંગઠનને લગતા કાર્યક્રમો મીટીંગ માટે ઉપયોગમાં લેવાઇ છે અને આ માટે જરૂરી ચાર્જ કે જે ટાઉન હોલનું ભાડું , ખુરશીઓ નું ભાડું કે , લાઈટ બીલ ભરવા આવતું નથી તેમજ ટાઉન હોલમાં ભાજપનું સાહિત્ય મૂકી રાખીને ભારતીય જનતા પાર્ટીની ગોડાઉન બનાવેલ છે (૩) હંસદેવ બાગ જે માત્ર મહિલાઓ અને બાળકોને ઉપયોગમાં આવે એ હેતુથી બનાવવામાં આવેલ છે તેમજ છતાં સંગઠનના નેતાઓ માટે જમણવાર કાર્યક્રમ રાખવામાં આવેલ આમ હંસદેવ બાગને પોતાનો પાર્ટી પ્લોટ સમજી બેઠા છે.

(૪) હાલમાં ભાજપના કાર્યક્રમની તૈયારી ભાગ રૂપે રાત્રીના એક વાગ્યા સુધી નગરપાલિકાના સભાખંડ તેમજ ચેરમેનોની ઓફિસોમાં યુવા મોરયા દ્વારા ધજાકા પતાકા તૈયારી કરી અને રોડના ડીવાઈડર ઉપર આ ધજાઓ લગાવવા માટે નગરપાલિકાનું ઇલેક્ટ્રિક લોડર તેમજ પટ્ટાવાળા અને વિગેરે સ્ટાફનો ઉપયોગ કરેલ (૫) આંગણવાડીની બહેનોની ભાજપ સંગઠન સાથેની મીટીંગ માટે પણ સભાખંડ નો દુરુપયોગ કરવામાં આવેલ (૬) જીલ્લા મહિલા પ્રમુખના દીકરાના જન્મ દિવસની ઉજવણીની કેક પણ નગરપાલિકામાં કાપી સંગઠન દ્વારા ચાલુ દિવસે આવા તાઈફાઓ કરવામાં આવે છે (૭) સિહોર નગરપાલિકાનું નવું બિલ્ડીંગ કે જે સુવિધા યુક્ત હોય તેના માટે સંગઠના કાર્યક્રમો ચર્ચા વિયારણા હોય કે ગઢડા વિધાનસભાની ચુંટણી હોય આ બિલ્ડીંગનો ઉપયોગ કરી કાર્યક્રમોની ગોઠવણ થતી હોય છે.આમ સિહોર નગરપાલિકાના નવા બિલ્ડીંગને સત્તાધીશો ભાજપનું કાર્યાલય સમજી બેઠા છે.

આમ સરકારી મિલકતોનો ગેરકાયદેસર બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે , અને ચીફ ઓફિસર ગુનાહિત પ્રવૃત્તિના આ કાર્યમાં મુખપ્રેક્ષક બની તમાશો જોઇ રહ્યા છે . ત્યારે આગામી વર્ષ ચુંટણીનું વર્ષ હોય સત્તાધીશો દ્વારા સંગઠનના કાર્ય માટે આ મિલકતનો વધારેમાં વધારે દુરુઉપયોગ થાય તેવી સંભાવના છે ત્યારે કોંગ્રેસે પ્રાંત અધિકારી અને મામલતદાર સમક્ષ આક્રોશભેર રજૂઆત કરી કોંગ્રેસ પક્ષ પ્રજાતિ માટે કામ કરી રહી હોય ત્યારે આવા ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓને ચલાવી લેશે નહિ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ને લઇને જવાબદારો સામે તેમજ ચીફ ઓફિસર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી છે અન્યથા આંદોલન કરવાની પણ ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here