સિહોર કોંગ્રેસ રોડ પર ઉતરી, રેલી યોજી, સરકાર વિરોધી સુત્રચાર કર્યા, આવેદન સાથે આક્રોશભેર રજુઆત કરી

વડલા ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી હાથમાં બેનરો લઈ ઉભા રોડે સરકાર વિરોધી સૂત્રચાર કરી હોહા કરી, પેટ્રોલ ડીઝલના મુદ્દે આક્રોશભેર રજૂઆત કરી, કાર્યક્રમમાં અનેક ચહેરાઓ જોડાયા

હરેશ પવાર
ભાજપ સરકાર પેટ્રોલ – ડીઝલનો ભાવ વધારો ઝીંકી રહી છે ત્યારે પ્રજાની કેડ ભાંગી ગઇ છે, વિપક્ષ કોંગ્રેસ આ અસહ્ય ભાવ વધારાનો સતત વિરોધ કરી રહેલ છે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના સતત ભાવ વધારાના કારણે આમ જનતા પીસાઈ રહી છે સરકારને પ્રજાની પીડા કે પરવા નથી આથી પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ રાજ્યભરમાં ભાવવધારા સામે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે ત્યારે આજે સિહોર ખાતે પણ કોંગ્રેસ મેદાનમાં આવી છે પેટ્રોલ ડીઝલ મુદ્દે રોડ પર ઉતરી છે.

વડલા ચોકથી રેલી યોજવામાં આવી હતી કાર્યકરો હાથમાં બેનરો લઈને ઉભા રોડે સરકાર વિરોધી સૂત્રચારથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો રેલી મામલતદાર કચેરીએ પોહચી હતી જ્યાં આવેદન પાઠવી આક્રોશભેર રજૂઆત કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં શહેર અને તાલુકાના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે અનેક નવા ચહેરાઓ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here