સત્તાનો નશો

જવાબદારો હાજર નથી, લોકોના કામ અટવાય છે, અરજદારોને ધક્કા થાય છે, અમે કરેલી આરટીઆઇના જવાબો મળતા નથી, સત્તાના મદમાં વહીવટકર્તાઓ ભાન ભૂલ્યા : કોંગ્રેસ પ્રમુખ


બ્રિજેશ ગૌસ્વામી
સત્તાનો નશો જ્યારે માણસને ચડી જાય છે ત્યારે તે ભાન ભૂલે છે સત્તાના ઠાઠમાઠ રહેતા લોકો જ્યારે સત્તા પોતાની હોઈ છે ત્યારે આસમાનમાં ઉડવા લાગે છે અને તેઓને જમીની વાસ્તવિકતા દેખાતી નથી તેવું જ કંઈક હવે સિહોરની નગરપાલિકામાં જોવા મળે છે અહીં કામો ઓછા થાય છે અને વિવાદો વધુ થાય છે તે વાસ્તવિકતા છે લોકોના કામો થતા નથી અરજદારોને ધક્કા થઈ રહયા છે ત્યારે આજે સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહે કહ્યું કે અહીં કોઈ હાજર રહેતું નથી.

અમે ૩૦ મિનિટ જેવો સમય અહીં પસાર કર્યો ૧૦૦ જેટલા અરજદારોને અહીં આવ્યા તેઓને ધરમધક્કા થઈ રહ્યા છે સાથે અમે આઇટીઆઈ કરી હતી કે નગરપાલિકા બિલ્ડીંગનું ઉદઘાટન બે વખત થયું છે તે ખર્ચો કોના ખાતે ઉધારવામાં આવ્યો છે.

જોકે તે આઇટીઆઈના જવાબો આજ સુધી મને મળ્યા નથી અન્ય પણ વિવિધ કામોના આઈટીઆઈ કરીને માહિતી માંગવામાં આવી હતી જોકે તે માહિતીઓ પણ અમને આપવામાં આવી નથી અને ભાજપનું શાશન સદંતર નિષફળ ગયું છે.

કચેરી ખાતે ચીફઓફિસર કે નગરપાલિકા પ્રમુખ પણ હાજર નથી તેવું કોંગ્રેસનું કહેવું છે ત્યારે અહીં એટલું ચોક્કસ કે નશાના પણ જાત જાતના પ્રકાર હોય છે. કોઇને મદિરાનો નશો હોય છે તો કોઇને ધન અને સત્તાનો નશો હોય છે  નશો માત્ર ખરાબ છે તે દરેકે સમજી લેવાની જરૂર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here