સિહોરમાં આજે એક કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૯ કેસો

હરેશ પવાર
સિહોરમાં એક કેસ સહિત જિલ્લામાં ૪૯ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૫૭૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૮ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૩૭ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના ગણેશગઢ ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, તળાજાના મણાર ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨, મહુવાના રાતોલ ગામ ખાતે ૧, મહુવાના કસાણ ગામ ખાતે ૧, જેસરના ઉગલવાણ ગામ ખાતે ૧, ગારીયાધારના નવાગામ ખાતે ૧, વલ્લભીપુરના રાજપરા ગામ ખાતે ૧, ઉમરાળાના દડવા ગામ ખાતે ૧ તથા સિહોર ખાતે ૧ વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

ગઇકાલ મોડી રાત્રે કોરોના પોઝિટિવ કેસના થયેલ વિસ્ફોટ બાદ જિલ્લા ભરમાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આજ સવારથી જ લોકો કોરોના પોઝિટિવ કેસોના આંકડાની રાહ જોઇને સાંજ સુધી બેઠા રહ્યા હતા પરંતુ તંત્ર દ્વારા હવે એક સાથે સાંજે જ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આજે સાંજે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોના પોઝિટિવ કેસોના આંકડા માં ભાવનગર જિલ્લાના ૪૯ કેસો પોઝિટિવ આવ્યા જેમાં ૧૨ કેસો ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યા છે. સિહોરમાં આજે એક કોરોના પોઝિટિવ કેસ આવતા શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સિહોરમાં કોરોના પોઝિટિવ કેસો બિલ્લી પગે શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત બનીને બિન જરૂરી ઘરની બહાર નીકળવું નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here