કોરોનાના કેસમાં સતત વધારો, લોકો ભયભીત છે

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના વાયરસનો કહેર સિહોર તાલુકામાં દિવસે ને દિવસે વધી રહ્યો છે તેથી લોકો ભયભીત જોવા મળી રહ્યા છે. આજે મંગળવારે કોરોનાનો વધુ પાંચ કેસ નોંધાતા ફફડાટ મચી જવા પામેલ છે. દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતને કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. સિહોર તાલુકામાં આજે મંગળવારે કોરોનાના વધુ સાત કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામેલ છે.

જેમાં વિઠલભાઈ મકવાણા ઉ ૫૫ રે રામનગર,સિહોર, સુરેશભાઈ ત્રીવેદી ઉ ૮૨ રે ગૌતમ સોસાયટી – સિહોર, ગંજાનંદભાઈ શુકલ ઉ ૭૭ રે.કુંજગલી,સિહોર, વસંતબેન ભાયાણી – ઉ. ૬૦ મઢડા તા સિહોર,, ગોંવિદભાઈ ડાંગર ઉ ૪૫ રે રાજપરા સિહોર તમામ દર્દીઓની તબીયત બગડતા તબીબે શંકાના આધારે કોરોનાના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં. આજે મંગળવારે દર્દીઓના કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તેથી દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જયાં તબીબો દ્વારા તેઓની જરૃરી સારવાર શરૃ કરવામાં આવી હતી. આ દર્દીઓને કોરોનાનો ચેપ કયાંથી લાગ્યો તે જાણવા મળેલ નથી.

દર્દીઓના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દર્દીઓ રહે છે તે વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા સેનેટાઇઝ, દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી હતી. સિહોરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકારી તંત્રએ સંક્રમણ અટકાવવા જરૃરી પગલા લેવા જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here