ઘરઆંગણે વિનામૂલ્યે આરોગ્ય નિદાન અને સારવાર સેવા આપતા સિહોર ખાતે ચાલતા‘ધન્વંતરી આરોગ્ય રથ’ ટિમો

દેવરાજ બુધેલીયા
સિહોરમાં કાર્યરત ધન્વંતરી આરોગ્ય રથ ટિમ દ્વારા કન્ટેન્ટમેન્ટ થયેલા વિસ્તારો આજુબાજુ સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ કોરોના વૈશ્વિક મહામારીને નિયંત્રિત કરવા માટે ધન્વન્તરી આરોગ્ય રથ ની કામગીરીની પ્રસંશા કરી છે ત્યારે રાજ્ય સરકારના સહયોગથી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ દ્વારા ગ્રામ્યજનોના અને નગરપાલીકા વિસ્તાર ના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કાળજી લેવામાં આવી રહી છે. ઘરઆંગણે વિનામૂલ્યે આરોગ્ય નિદાન અને સારવાર સેવા આપતા.

સિહોર ખાતે ચાલતા‘ધન્વંતરી આરોગ્ય રથ’ ટિમો દ્વારા સિહોર અને આજુબાજુ વિસ્તારરોમાં કન્ટેન્ટમેન્ટ થયેલના આજુબાજુ ભાગોમાં લોકોને આરોગ્યલક્ષી સારવાર આપવામા આવી છે સિહોરના રાજગોર શેરી વિસ્તારમાં થયેલા કન્ટેન્ટમેન્ટ ઝોનના આજુબાજુમાં વિસ્તારોમાં વિઝીટ કરીને શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યકિતઓની ચકાસણી કરવામાં આવી રહી છે વહેલુ નિદાન ,ત્વરિત સારવાર ના સિધ્ધાંત મુજબ શંકાસ્પદ દર્દીઓની એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા તપાસ પણ કરવામા આવી રહી છે.

જરૂરીયાત જણાયે દર્દીઓને સત્વરે રીફર કરવામા આવે છે. પ્રવર્તમાન સ્થિતિમાં શહેરીજનોનું આરોગ્ય જળવાઈ તે માટે શહેરના મોટા ભાગના વિસ્તારોને આવરીને ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવા કાર્યરત છે. કોરોના વાયરસના લક્ષણો ધરાવતા વ્યકિતને સરળતાથી શોધી તેમને સમયસર સારવાર આપવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here