માસ્ક ના પહેરવા અને જાહેરમાં થૂંકવા સામે કાયદેસરની કાર્યવાહી, તંત્ર સજાગ બન્યું, ખોટી ભીડ ન કરવા અને સાવચેત રહેવા લોકોને અપીલ : ડે કલેકટરશ્રી રાજેશ ચૌહાણ


સલીમ બરફવાળા
દિવાળી બાદ ફરી એકવાર રાજ્યમાં મોટાભાગની હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે.જેને પગલે સિહોર સ્થાનિક તંત્ર પણ સજાગ થયું છે સિહોરમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરાવવા તંત્ર સક્રિય બની માસ્ક પહેર્યા વગર ફરશો તો દંડ ભરવો પડશે માસ્ક ના પહેરવા અને જાહેરમાં થૂંકવા સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે લોકોએ ખોટી ભીડ ન કરવા અને સાવચેત રહેવા લોકોને તંત્રની અપીલ કરી છે.

કોરોના ગાઈડલાઈન્સ ના પાલન બાબતે પણ સરકાર સક્રિય બની છે. અને ફરીએકવાર જાહેરમાં માસ્ક નહી પહેરનારા ઉપર સરકાર કડક કાર્યવાહી કરવાના મુડમાં છે.સિહોરમાં જો માસ્ક પહેર્યા વગર ફરશો તો મસમોટો દંડ ભરવો પડી શકે છે તેમજ ફરિયાદ પણ દાખલ થઇ શકે છે. માસ્ક ના પહેરનારા તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.સિહોર પોલીસ કોરોનાના બીજા રાઉન્ડમાં નિયમનો ભંગ કરનારાઓ સામે ફરિયાદ નોંધશે ત્યારે સિહોરના દે કલેકટરશ્રી રાજેશ ચૌહાણે લોકોને અપીલ કરી છે કે હાલમાં હજુ કોરોના ગયો નથી, કોરોનાનું સંક્રમણ ચાલુ જ છે.

બાળકો અને વૃદ્ઘોનું ખાસ ધ્યાન રાખો, માસ્ક પહેરો અને બીજાને પહેરાવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, વારંવાર હાથ સેનેટાઇઝર થી સાફ કરો અથવા સાબુથી ધોવાનું રાખો, કોઈપણ જગ્યાએ એકઠા થઈને ભીડ ના કરો, એકબીજાથી અંતર રાખો, માસ્કનો દંડ ભરવા કરતા, માસ્ક પહેરવાનું રાખો, તમારું સ્વાસ્થ્ય જાળવો, જાન હૈ તો જહાન હૈ, હાલના સંજોગોમાં બિન જરૂરી બહાર ના નીકળો, ફરવા કરતા તબિયત સાચવવી હિતાવહ છે, સ્વાસ્થ્ય જળવાશે તો, ફરવા તો પછી પણ અવાશે, કોરોના વાયરસથી સાવચેત રહો, વિગેરે સુચનાઓ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here