કોવિડ દર્દીઓ માટે નાળિયેર અસરકારક હોવાથી ભાવ આસમાને, બે અઠવાડિયા પહેલાં ૩૦-૪૦ રૃપિયામાં મળતા નાળિયારેના ભાવમાં એકાએક વધારો


દેવરાજ બુધેલીયા
કોવિડ દર્દીઓને સારવાર સાથે લીલાં નાળિયેર પીવાની સલાહ અપાતી હોવાથી અત્યારે શહેરમાં લીલાં નાળિયેરની અછત સર્જાઇ છે અને ૩૦થી ૪૦ રૃપિયામાં મળતા નાળિયેરનો ભાવ અત્યારે ૫૦ થી ૧૦૦ રૃપિયાએ પહોંચ્યો છે. કોરોનાના કારણે થતાં કફ અને તાવની સારવાર દરમિયાન લીલાં નાળિયેર અને વીટામીન સી ધરાવતા ફળો વધુ પ્રમાણમાં ખાવાની સલાહ તબીબો દ્વારા આપવામાં આવે છે. જેના કારણે સિહોર શહેરમાં લીલાં નાળિયેરની અછત સર્જાઇ છે નાળિયેરના ભાવમાં ધરખમ વધારો થયો છે અગાઉ જે નાળિયેર ૩૦થી ૪૦ રૃપિયામાં મળતા હતા તેનો ભાવ અત્યારે ૫૦ થી ૧૦૦ રૃપિયા કરી દેવામાં આવ્યો છે અને ઘણી ઘણી જગ્યાએ આ ભાવ આપતા પણ નાળિયેર મળી રહ્યા નથી.

જો ઘરે કોઇ બીમાર ન હોય તો નારિયેળ ન ખરીદશો

કોરોનાના દર્દીઓને નારિયેળ મળે તે જરૃરી છે

કોરોનાના વધતા કેસો અને હાઉસફૂલ થયેલી હોસ્પિટલો વચ્ચે દર્દીઓને લીંબુપાણી, ફ્રૂટ, જમવાનું તથા લીલા નારિયેળ સેવાભાવી સંગઠનો દ્વારા પહોંચતા કરવામાં આવી રહ્યા છે, તો બીજીબાજુ કાળાબજારિયાઓ રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેકશનો ઊંચા ભાવે વેચી આવી કપરી સ્થિતિમાં પણ કમાઇ ખાવાની વૃત્તિ છોડી શકતા નથી નાળિયેરમાં પણ આ સ્થિતિ સર્જાઈ છે જો તમારા ઘરમાં કોઇ બીમાર ન હોય અને નાળિયેર માત્ર શોખ માટે જ પીવા લઇ જતા હોય તો ન લઇ જશો. કેમ કે હોસ્પિટલોમાં દર્દીઓને નારિયેળ પહેલા મળે તે જરૂરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here