કોરોના કરતાં પણ ભૂખ નામનો વાયરસ અતિ જોખમી, અમુક તસવીરો સામે આવે છે રૂંવાડા બેઠા કરી દે છે

દેવરાજ બુધેલીયા
‘આરક્ષણ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો એક ડાયલોગ છે કે, “ઇસ દેશ મૈં દો ભારત બસ્તે હૈ..” અને ખરેખર એવી જ સ્થિતિ છે. એક તરફ એવો વર્ગ છે કે જેમને લોક ડાઉન માં ઘરમાં પુરાઈ રહેવાને લીધે વધતા વજનની પરેશાની છે તો એક વર્ગ એવો પણ છે કે જે સવારે ઉઠે છે ત્યારે આજે એક કટકો રોટલી નો મળશે કે કેમ તે પણ જાણતો હોતો નથી. લોકડાઉન જે રીતે લંબાઈ રહ્યુ છે,તેમાં ગરીબ અને મધ્યમ વર્ગની સ્થિતિ દારૂણ બની રહી છે.રોજનું રોજ કમાઈ ખાતા ગરીબોની રોજગારી છેલ્લાં એક મહિનાથી બંધ છે,કેન્દ્ર અને રાજય સરકાર સહિત સ્વૈચ્છીક સંસ્થાઓ આ મામલે આગળ આવી છે, અને રાજયનો કોઈ માણસ ભુખ્યો રહી જાય નહીં તેની તકેદારી લઈ રહ્યા છે પરંતુ સિહોરની કેટલીક તસવીરો સામે આવી રહી છે તેના પરથી લાગે છે કે નિરાધાર લોકોને આશરો અને ભોજનના ફાંફા પડયા છે લોકડાઉન હોવા છતાં રસ્તાઓ પર રઝળવા મજબૂર બન્યા છે કહી શકાય કે ભિક્ષુકો કોરોનાના વાહક બનવાની ભીતિ અહીં સેવાઈ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here