પ્લાસ્ટિક બેગમાં રેશન તૈયાર કરીને વિતરણ કરવામાં આવી રહ્યું છે

શ્યામ જોશી
સિહોરમાં કોરોના પોઝિટિવ કેસ આવતા જલુના ચોક વિસ્તારને ક્લસ્ટર ઝોન જાહેર કરીને સિલ કરી દેવામાં આવ્યો છે. અહીં આ વિસ્તારમાં એક કરીમભાઈ સરવૈયાની રેશન શોપ દુકાન આવેલ છે. હજુ વિતરણ નો એક દિવસ જ થયો હતો ત્યાં જ આ વિસ્તારને સિલ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈને અહીંના કાર્ડ ધારકો ને ભારે હાલાકી ઉભી થઇ ગઇ હતી. એક બાજુ લોકડાઉન ને લઈને રોજગાર બંધ થઈ ગયા છે ત્યારે આ વિસ્તારમાં સિલ કરાવતા અહીંથી કોઈ બહાર ન નીકળી શકે અને કોઈ અંદર આવી ન શકે તેવું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકોને રેશન મળે તે માટે થઈને સિહોર નગરપાલિકા ના જુના બિલ્ડીંગમાં રેશનશોપ શરૂ કરવામાં આવેલ છે. અહીં કાર્ડ ધારકો ને તૈયાર રેશન ની કીટ પ્લાસ્ટિક ની બેગમાં તૈયાર કરીને દેવામાં આવી રહી છે જેને લીધે સંક્રમણ ફેલાય નહિ અને કોરોના ને અટકાવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here