સાચા સન્માનના હકદાર : કોરોના કાળના સંકટ વચ્ચે કામ કરી રહેલા સિહોરના સફાઈ કામદારોનું ફુલહાર પુષ્પથી સન્માન

હરેશ પવાર
કોરાનાની છેલ્લા સાંઈઠ દિવસથી ચાલી રહેલી લડાઈમાં સૌથી વધારે કફોડી સ્થિતિ સફાઈ કામદાર સાથે ડૉક્ટરર્સ સાથે સરકારી તમામ વિભાગોમાં કામ કરતા અધિકારી કર્મચારીઓની થઈ છે દેશ હાલમાં કોરોના વાયરસ જેવા રોગચાળાને રોકવા માટે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે દેશમાં વાયરસનાં ફેલાવાને રોકવા માટે ત્રણ લોકડાઉન આપવામાં આવ્યા જેના કારણે લોકો તેમના ઘરોમાં બંધ રહ્યા પરંતુ આ દરમિયાન કેટલાક લોકો એવા પણ છે કે જેઓ સંકટ સમયે ઘરોથી બહાર જઇને દેશની સેવા કરી રહ્યા છે. જેમ કે ડૉકટરો, પોલીસકર્મીઓ અને સફાઈ કામદારો વગેરેને બિરદાવવા રહ્યા છે.

લોકડાઉન વચ્ચે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે બપોરના સમયે સિહોર નગરપાલિકાના સફાઇ કામદારોનૂ ફુલોથી સ્વાગત અને એનર્જી વર્ધક ઓ-આર-એસ ના પાઉચ આપવામાં આવ્યા હતા કોરોનાની મહામારીમા કોરોના વોરીયસૅ તરીકે કામ કરી પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર રાત દિવસ કામ કરનાર સફાઈ કર્મચારીઓ ને ફુલો થી સ્વાગત કરવામાં આવ્યું હતું સેનેટરી ઇન્સપેક્ટર સમીરભાઈ દવે, અને લક્ષણમભાઈ રબારીને ફુલહાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે સફાઈ કામદાર બહેનો માવજીભાઈ સહિત ની ટીમ નું પણ આવા સરાહનીય કામગીરી થી ફૂલો થી સ્વાગત સન્માન કર્યું હતું કાર્યક્રમમાં દલિત અગ્રણી માવજી સરવૈયા, હર્ષદભાઇ બાંભણીયા, શિવાભાઈ સહિત આગેવાનો જોડાયા હતા કામદારોના સ્વાગત થી સફાઈ કામદારો પોતાની આંખમાં હર્ષ ના આંસુ રોકી શક્યા ન હતા ત્યારે સન્માનના સાચા હકદાર સફાઈ કામદાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here