કોરોનાના ભય વચ્ચે પણ ગટરો સાફ કરતા સફાઈકર્મીની કોઈ કિંમત છે કે નથી ? જોઈલો સિહોરની આ તસ્વીર જે ઘણું કહી જાય છે

હરેશ પવાર – બ્રિજેશ ગૌસ્વામી
સરકારે જે પણ આદેશો કર્યા એ દેશની જનતાએ તેનો સ્વીકારને હાડમારી અને મુશ્કેલીઓ ભોગવીને પણ ચુસ્ત પાલન કર્યું જેમાં રાજ્યની સરકાર સમગ્ર મંત્રીમંડળ અને રાજયના સનદી અધિકારીઓ સહિત રાજય અને સ્થાનિક કક્ષાએ નાનામાં નાનો કર્મચારી પણ પોતાના જીવ જોખમમાં મુકી રાજ્યના પ્રત્યેક વ્યક્તિને બચાવવા માટે કામ કરી રહ્યા છે. જે અભિનંદનને પાત્ર છે. સાથે સરકારી તમામ વિભાગો પણ ખૂબ સરાહનીય રીતે કાર્ય કરતા જોવા મળી રહ્યા છે સફાઈ કર્મચારીઓ પણ માથે કોરોના ભય અને જોખમ વચ્ચે પણ પોતાની ફરજો નિભાવતા જોવા મળ્યા છે.

પણ તેઓની સુરક્ષાની તકેદારી કેટલી તે એક મોટો સવાલ ઉભો થાય છે સિહોરના વડલા ચોકમાં વારંવાર ગટરો ઉભરાઈ છે જેના પાણીની છેક હાઇવેના રોડ સુધી રેલમછેલ થાય છે આજે એજ રીતે ગટર ઉભરાઈ અને અહીં કામ કરતા કર્મીઓની પાસે માસ્ક સહિત કોઈ ખાસ સુરક્ષા વ્યવસ્થા જોવા મળી નહોતી. સફાઈકર્મીઓ પોતાના ખુલ્લા હાથે કામ કરવા મજબૂર જોવા મળ્યા હતા કદાચ તંત્ર તરફથી આ કામદારોને જરા પણ સુરક્ષા પુરી પાડવામાં આવી નહિ હોય.? તે મોટો સવાલ છે.

આ બાબતે સફાઈકર્મીઓ ખુદ પણ આ બાબતની ગંભીરતા જોવા મળી ન્હોતી જ્યારે કામ કરતા કર્મીઓની માસ્ક, સેનેટાઇઝર અને હેન્ડ ગ્લોવ્ઝ(હાથ મોજા) આપવા જોઈએ પરંતુ અહીંની તસ્વીર ઘણું કહી જાય છે છેલ્લે એક મુદ્દાની વાત જણાવી દઈએ કે નેતા અને અધિકારી બન્ને એ પોતાની જાતને સાદો સવાલ કરવો જોઈએ કે આ સફાઈકર્મી અને તેમના પરિવારની શું કોઈ કિંમત નથી ? આ એ સફાઈકર્મી છે કે જે રોજેરોજ દેશની ગટરો અને ગંદકી ઉઠાવી પોતાને હંમેશા જોખમમાં મૂકી સમાજને જાતજાતના રોગચાળાથી બચાવે છે. તો શું તેમના સ્વસ્થ્ય પ્રત્યે બેજવાબદાર રહેવું વાજબી છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here