જયેશભાઈ ડાયાલિસિસ કરવા ગયા અને રિપોર્ટ થયા જેમાં કોરોના પોઝિટીવ આવ્યો, ૧૪ લોકો જયેશભાઈના સંપર્ક આવ્યા હતા, તમામને સમરસમાં ખસેડવામાં આવ્યા, ૪ ઘરો અને ૪૨ લોકો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં, અર્બન વિભાગની જબરદસ્ત કામગીરી

હરીશ પવાર..બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના કંસારા બજારમાં રહેતા જયેશભાઇ કંસારા જેઓ ડાયાલિસિસ કરાવવા ગયા રિપોર્ટ થયા અને જેઓ કોરોના પોઝિટિવ થયા છે સિહોરમાં આજે ફરી કોરોનાએ દેખા દીધા છે જોકે જિલ્લામાં સતત કેસો વધી રહ્યા છે જે બાબત અતિ ચિંતાજનક છે સિહોર કંસારા બજારમાં રહેતા જયેશભાઈ પ્રાણલાલ કંસારા જેઓ મુંબઇ થી તા.૨૮/૬ ના રોજ સિહોર આવેલ તેના પરિવાર તેમજ તેમની સાથે આવેલ લોકોને સિહોર અર્બન યુનિટ દ્વારા હોમકોરોન્ટાઇન કરેલ.તા.૨૯/૬ ના રોજ જ્યેસભાઈ પ્રાણભાઈ કંસારા ને ડાયાલીસીસની જરૂરિયાત હોવાથી ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં જતાં. કોરોના ની તપાસ કરતાં પોઝિટિવ રિપોર્ટ આવતા જ અર્બન હેલ્થ ટીમ ર્ડો.અમીનભાઈ લાખાણી. ર્ડો.વિજયભાઈ કામળિયા તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઇ પંડિત.તેમજ સાજણભાઈ હાડગરણા. દીપકભાઈ નાથણી. જયવંતભાઈ રાઠોડ. ધાધલિયા ભાઈ તથા નીતાબેન આશાબેન.

નગરપાલિકા ના કોરોના સ્પેશિયલ અધિકારી તરીકે વિજય વ્યાસ તથા પોલીસ સ્ટાફ દોડી જઇ ને ત્વરિત પગલા લીધા હતા સાથે સંપર્કમાં આવેલ ૧૪ લોકોને સમરસ હોસ્ટેલ ખાતે રીફર કર્યા હતા કન્ટેઈનમેન ઝોન માં ૪ સ્થાનિક મકાન ૪૨ વ્યક્તિ અને બફરઝોન માં ૪૧ ઘરો ૨૩૮ ની વસ્તી ને આવરી લેવામાં આવી હતી. આમ કોરોના અભિયાન માં ત્વરિત પગલા અને તપાસ તંત્ર સાથે મળી સંકલન થી કામ હાથ ધરાયુ હતું ઉલ્લેખનીય છે કે લોકોની બેદરકારી અને સ્વયં શિસ્ત ચુકી રહ્યા છે જેથી ગ્રામ્ય પંથકમાં કેસો વધી રહ્યા છે જે સ્વભાવિક ચિંતા ઉજાવે તેવી બાબત છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here