લોકોમાં ફફડાટ : સિહોરના શર્મા પાર્કમાં રાજુભાઇ ચૌહાણ નામના ૪૫ વર્ષીયને કોરોના પોઝિટિવ, જિલ્લામાં ૨૪ કલાકમાં ૧૮ પોઝિટિવ કેસો નોંધાયા

હરેશ પવાર
સિહોરની સાથે સમગ્ર જિલ્લામાં કોરોનાનો કહેર વધતો જાય છે સતત કેસો વધી રહ્યા છે આજે સિહોરના રાજકોટ નજીક આવેલ શિવ પાર્કમાં રહેતા રાજુભાઈ ચૌહાણ નામના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા ભારે ચકચાર મચી છે કોરોના પોઝિટિવ આવેલ રાજુભાઇ જેઓ વ્યવસાય જમીન મિલકત લે-વેચ કરે છે જેઓ ભાવનગર પોતાના અંગત કામકાજ અથેઁ મારૂતિ ઇમ્પેક્ષના મેનેજર રમેશભાઈ મળ્યા હતા જેઓ અગાઉ ૩૦-૦૬ના રોજ કોરોના પોઝિટિવ આવેલ હોવાનું જાણવા મળેલ જ્યારે રાજુભાઈની તબીયત દુરસ્ત હોય સારવાર અથેઁ સી.એચ.સી સિહોર ના મેડિકલ ઓફિસર સાથે ટેલિફોનીક વાત કરતા સેમપલ લેવાની સલાહ આપવામાં આવી હતી.

સાથે તેઓનું સી.એચ.સી સિહોર દ્રારા ૧-૭- ના રોજ સેમ્પલ કલેકશન કરી ધરમાં રહેવા જણાવેલ જેનો રીપોર્ટ આજ રોજ તા.૨-૭-૨૦૨૦ કોરોના પોઝીટીવ આવેલ જે અનુસંધાને રાજુભાઈ ને સર.ટી.હોસ્પિટલ તથા ધરનાં અન્ય ૩ સભ્યોને સમરસ હોસ્ટેલ ખાતે દાખલ કરવામાં આવેલ છે. અને આરોગ્ય વિભાગ સહિત તંત્રએ કોરોન્ટાઇન અને કન્ટેન્ટમેન્ટ કામગીરી કરી હતી બીજી બાજુ ભાવનગર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ટોટલ આજે ૧૮ કેસ નોંધાયા છે.

જેમાં ભાવનગરના વાઘાવાડી રોડ પુજા ફલેટની બાજુમાં રહેતા ડો. સુભાષ તેલંગ, કુંભારવાડા માઢીયા રોડ પર રહેતા અને પ્લાસ્ટીકની ફેક્ટરીમાં કામ કરતા સવજીભાઈ ઝાંઝમેરા, ચિત્રા સીદસર રોડ માધવાનંદ -૨માં રહેતા અને સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કરણભાઈ ચાવડા, હિલડ્રાઇવ ફુલવાડી ચોક, રહેતાં અને અગાઉ પોઝિટિવ આવેલાના સંપર્કમાં રહેલા કેવટ વાનાણી, નારી ગામે રહેતા અમરશીભાઈ ડોંડા, અનંતવાડી અજય સોસાયટીમાં રહેતાં અને ચોગઠ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ યાદવ, નવી સિંધુનગર, રામાપીર મંદિર પાસે રહેતા ગોરમલ દાદુમલ રામરખીયાણી, કોબડી ગામે રહેતાં પાર્વતીબેન સુતરીયા, અને વલ્લભીપુરના પીપળી ગામે રહેતાં અલ્પેશભાઇ ભુંગળીયા, કુંભારવાડા ડ્રાઈવર કોલોની રહેતા અને મુંબઈ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં તુષારભાઈ મકવાણા અને નિર્મળનગરમાં માહી સાસોદીયાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here