કાળમુખા કોરોનાનો અજગરી ભરડો, અનલોકમાં કોરોના વકર્યો, સિહોર અને જીથરીમાં આવેલ કેસ મારુતિ ઈંપેક્ક્ષ કનેક્શન, વલ્લભીપુરના બે સ્થાનીક નેતાઓને પણ ઝપટમાં

બ્રિજેશ ગૌસ્વામી
અનલોક-૨ જિલ્લા માટે ખૂબ જ ચિંતાજનક રીતે શરૂ થયું છે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અનલોક-૨ની શરૃઆત સાથે જ જિલ્લામાં કોરોના વાયરસના તાંડવથી ભારે ખળભળાટી મચી જવા પામી છે. સિહોર અને જીથરી ખાતે આજે ૧-૧ સાથે જિલ્લામાં આસપાસમાં ૨૦ થી વધુ કોરોનાના કેસ મળી આવતા લોકોમાં ચિંતાની લાગણી વ્યાપી જવા પામી છે.સિહોરના રામનગર વિસ્તારમાં કોરોના વાયરસે પગપેસારો કર્યો છે ત્યારે હવે શહેરીજનોએ કોરોના વાયરસ અંગે ખાસ તકેદારી રાખી નિયમોનું પાલન કરવું પડશે તે ચોક્કસ છે.

છેલ્લા ચાર પાંચ દિવસથી ભાવનગર જિલ્લામાં કોરોના વાયરસનો પ્રકોપ વધવા પામ્યો છે.અનેક વિસ્તારને બાનમાં લીધા છે વેપાર ધંધાનો છૂટછાટ અપાતા શહેર જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતાં તેમજ લોકો માસ્ક પહેર્યા વગર નીકળી પડતાં કિલર કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે આજે સિહોરના રામનગર વિસ્તારમાં રહેતા દેવાયતભાઈ ચૌહાણ નામના યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે તેમજ જીથરી ગામે રહેતા કલ્પેશ સોલંકી નામના યુવાન પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

આમ સિહોર અને જીથરી ગામે એક એક કેસ નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે બન્ને નું કનેક્શન મારૂતિ ઈંપેક્ક્ષ છે સિહોરના રામનગર અને જીથરી બન્ને સ્થળે આરોગ્ય વિભાગના જયેશ વકાણી અનિલ પંડિત સહિત ટિમ પોહચી આરોગ્યને લગતી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને કોરોન્ટાઇન અને કન્ટેન્ટમેન્ટ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે ઉપરાંત રાજકીય નેતાઓ પણ કોરોનાના સંકજામાં બાકી રહ્યા નથી વલ્લભીપૂરના બે સ્થાનિક નેતાઓ પણ કોરોનાની ઝડપમાં આવી ગયા છે. ભાવનગર જિલ્લા ભાજપના મહામંત્રી ૫૦ વર્ષીય દિલીપભાઈ શેટા અને વલ્લભીપુર ભાજપ ના શહેર પ્રમુખ અને એપીએમસી ચેરમેન ૪૫ વર્ષીય નીતિનભાઈ કોરોનાની ઝપટમાં આવ્યા છે ત્યારે કોરોના રોકેટગતિએ આગળ ધપી રહ્યો છે લોકોએ ચેતી જવું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here