જુલુના ચોક વિસ્તારને સિલ કરી દેવાયો – નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગ ટીમના ધામાં

દેવરાજ બુધેલીયા
ગઈકાલ સાંજે રાત્રીના સમયે સિહોરમાં કોરોનાએ પગ પેસારો કરી નાખતા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું. ૨૦ વર્ષના યુવાનનો કોરોના કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. મોડી રાત્રે પોલીસ અને પ્રશાસન દ્વારા જલુના ચોકમાં કડક ચાપતો ગોઠવી દેવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સેનેતાઈઝર દવાનો છટકાવ કરી વિસ્તારને જીવાણુ મુક્ત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. અહીંના વિસ્તારમાં જોડતી તમામ શેરીઓ અને ગલિઓને સિલ કરી દેવામાં આવી હતી. અહીં કોરોનાંગ્રસ્ત યુવકના પરિવારને ક્વોરનટાઇન માં મુકવામાં આવ્યા છે. સાથે પરિવારના સભ્યોના આરોગ્ય ટિમ દ્વારા નમૂનાઓ લેવામાં આવ્યા છે. સિહોરમાં કોરોના પોઝિટિવ આવતા ચિતાનું મોજું સમગ્ર શહેરમાં ફરી વળ્યું છે.

પ્રશાસન દ્વારા પણ કોરોના સંક્રમણ અટકાવા માટે થઈને વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે અને સમગ્ર શહેરમાં લોકડાઉન નું કડક અમલીકરણ કરવા માટે થઈને પોલીસ પણ લાલ આંખ કરશે. જ્યારે આ યુવક કે તેના પરિવાર ના સભ્યોના જે કોઈ પણ વ્યક્તિ સંપર્કમાં આવ્યું હોય તેમને તાત્કાલિક આરોગ્ય ખાતાનો સંપર્ક કરીને પોતાની તપાસ કરી લેવી જેથી તમે તમારી તેમજ તમારા પરિવારની રક્ષા કરી શકશો. સિહોરમાં હવે કોરોના પ્રવેશ કરી ગયો છે ત્યારે સાવચેત રહેવું જરૂરી છે જેથી કામ વગર બહાર અવરજવર કરવી એ તમારા પરિવાર માટે જોખમ ઉભું કરશે એ સમજી લેજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here