ચૈત્ર-વૈશાખમાં આવતાં લગ્નના શુભ મુર્હુતોને ધ્યાને રાખી યજમાનો દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી

બ્રિજેશ ગૌસ્વામી
સમગ્ર વિશ્વ હાલ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારતમાં ચાલી રહેલાં લોકડાઉનમાં અનેક આયોજનો ઉપર પૂર્ણવિરામ કરી દેવામાં આવ્યું હોય તેમ મોકુફ રાખવામાં આવ્યા છે ત્યારે ચૈત્ર વૈશાખમાં આવતા લગ્નના શુભમૂર્હુતોને ધ્યાને રાખી ઘણા યજમાનોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી અને ખરીદી પણ કરવામાં આવી હતી. આમ લોકડાઉનની આ પરિસ્થિતિમાં વધુ માણસો એકઠા ન થાય તે માટે હાલ લગ્નના આયોજન રદ કરી દેવાની ફરજ પડી છે જેના પગલે યજમાનોએ કેટરીંગ, મંડપ સહિત પાર્ટી પ્લોટનું બુકીંગ પણ રદ કરાવ્યું છે.

હાલમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયું છે ત્યારે ભારતમાં પણ દિનપ્રતિદિન પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે પરિસ્થિતિને ધ્યાને રાખીને સરકાર દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન અપાયા બાદ તેની સમયમર્યાદા વધારીને હાલમાં ૧૯ દિવસનું એટલે કે ૩ મે સુધી લંબાવવામાં આવ્યું છે. જાહેર કાર્યક્રમો તેમજ ધાર્મિક સહિત સામાજિક પ્રસંગો કે જ્યાં આગળ વધુ સંખ્યામાં લોકો એકઠા થાય તેવા કાર્યક્રમોને પણ પરિસ્થિતિને ધ્યાને રાખી મૌકુફ રાખવામાં આવી રહ્યાં છે. દર વર્ષે ચૈત્ર અને વૈશાખ માસમાં લગ્નના શુભ મુર્હુતો આવતાં હોય છે

જેમાં ઘણા યુવક યુવતિઓ પ્રભુતામાં પગલાં પાડતાં હોય છે. તો બીજી બાજુ આ દિવસોમાં ધાર્મિક કાર્યક્રમોની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે આમ ઘણા યજમાનો દ્વારા આ માસમાં આવી રહેલાં શુભમૂર્હુતોને ધ્યાને રાખી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી. મંડપ, કેટરીંગ સહિત પાર્ટી પ્લોટના બુકીંગ પણ કરાવી દેવામાં આવ્યા હતાં પરંતુ કોરોનાની મહામારી વચ્ચે પોઝિટિવ કેસોની સંખ્યામાં થઇ રહેલાં વધારાના પગલે જે લોકડાઉન આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here