કોરોનાના હાઉ વચ્ચે સિહોર પોલીસ લાઈન નજીક વહેતી ગટરની ગંભીર સમસ્યા, ગટર વિભાગની ધોર બેદરકારી

દેવરાજ બુધેલીયા
કોરોના વાયરસના સંક્રમણથી બચવા હાલ વહીવટીતંત્ર દ્વારા પગલાંઓ સાથે અપીલ કરવામાં આવી રહી છે તે અનુસંધાને જાહેર સ્થળોએ, ધાર્મિક સ્થાનો પર સામાજિક, ધાર્મિક મેળાવડાઓ રદ્દ થઈ રહ્યા છે. સફાઈ સ્વચ્છતા પર જોર લગાવાઈ રહ્યું છે સમગ્ર તંત્ર ઉંધા માથે છે ત્યારે સિહોર ગટર વિભાગની ધોર બેદરકારી સામે આવી છે પોલીસ લાઈનમાં ઉભરાતી ગટરના કારણે દુર્ગંધ મારતું મલિન પાણી રોડ પર વહી રહ્યું છે.

તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી, ત્યારે હાલ કોરોનાના કારણે આવા કટોકટીના સમયે આ ગટર ક્યારેય મરંમત થશે તેવો વેધક પ્રશ્ન લોકો પૂચ્છી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસો સુધી ગટરનું ગંદું પાણી વહી રહ્યું છે લોકોને નાકે રૂમાલ આડો દઈ પસાર થવું પડે છે વહેતી ગટરના ગંદા પાણીની સમસ્યાથી છૂટકારો અપાવે તેવી નગરજનોની માંગણી છે અને બેદરકારી રાખનાર વિભાગ સામે પગલાં લેવાઈ તેવું પણ લોકો ઇચ્છિ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here