સિહોર કન્યાશાળાના માજી આચાર્ય નિર્મળસિંહના ત્રણ સંતાન અને પુત્રવધુ આરોગ્યમાં બજાવી રહ્યા છે ફરજ

હરેશ પવાર
આજે પૂરું વિશ્વ કોરોનાનો માત આપવા માટે થઈને જંગે ચડ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ સરકારના વિવિધ વિભાગના તેમજ સામાજિક સંસ્થાઓના કાર્યકરો આ કોરોના સામે રાજ્યની પ્રજાને સુરક્ષિત કરવા સતત લડત આપી રહ્યા છે. આવા સમયમાં આ ફરજ બજાવતા તમામ કોરોના વોરિયર્સના પરિવારને પણ ધન્ય કહેવું પડે કે આવી કપરી પરિસ્થિતિમાં તેઓ તેમની સાથે ઉભા રહયા છે.

આવા જ સિંહોરના કન્યાશાળાના માજી આચાર્ય નિર્મળસિંહ ગોહિલના ત્રણ સંતાનો અને પુત્રવધુ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં આરોગ્ય વિભાગમાં કોરોના સામે લડી રહ્યા છે. ડો.પૂજાબા ગોહિલ જેઓ સિહોરમાજ બ્લોક ઓફિસમાં આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેઓ અહીં બહારથી આવતા લોકો ની તપાસ કરીને સારવાર કરી રહ્યા છે. ડો.જલદીપસિંહ ગોહિલ જેઓ અમદાવાદ ની એ.વી.પી હોસ્પિટલમાં રેસિડન્ટ ડોકટર ઇમરજન્સી મેડિસિન માં આઈ.સી.યુ વોર્ડમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

ડો.જલદીપસિંહના પત્ની ડો.ઉર્વીબા ઝાલા જેઓ વિરમગામ ખાતે તાલુકા હેલ્થ ઓફિસમાં આર.બી.એસ.કે મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવે અને લોકોમાં સતત કોરોના અંગે જાગૃતતા લાવવા કામગીરી કરી રહ્યા છે. અને ડૉ.અર્ચનાબા ઝાલા કે જેઓ દેવભૂમિ દ્વારકા ના પાછતરના પી.એચ.સી માં આયુષ મેડિકલ ઓફિસર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. આમ આ સિહોરમાં પરિવારમાં ચારે સભ્યો રાજ્યના વિવિધ વિસ્તારમાં કોરોના સામેની લડતમાં રાત દિવસ કામ કરી રહ્યા છે જે સિહોરનું ગૌરવ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here